ખોટા કેસમાં ફસાવી દેવા માટે લોકોને ફોન કરીને ઉશ્કેરણી કરનાર નિનેશ ભાભોર સામે ખાતાકીય તપાસ કરાવી બદલી કરવા સુરત કલેકટરશ્રીને આવેદનપત્ર આપાયું
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત કલેકટર આવેદનપત્ર આપવા માટે નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર : સુરત જિલ્લા પ્રભારી જીગ્નેશભાઈ સોસા, સુરત જિલ્લા પ્રમુખ હકીમ વાણા, નેશનલ પ્રેસ એસોસિએશનના સુરત જીલ્લા મહામંત્રી ઝારાખાન સાથે તમામ પત્રકારો સુરત શહેરના આવીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સુરતમાં નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા બધા પત્રકારો સાથે થઈને કલેકટર ઓફિસે આવીને આવેદનપત્ર આપ્યું.
તાપી જિલ્લાના પત્રકાર પરેશ અટાલીયા જે બહુજન સમ્રાટ પેપરના તંત્રી છે તેને વારંવાર બદનામ કરવામાં આવે છે જે માહિતી ખાતાના અધિકારી નિનેશ ભાભોર દ્વારા ખોટી પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકારને બદનામ કરવામાં આવે છે.
સાથે ખોટા whatsapp ગ્રુપમાં સરકારની માહિતીઓ ફેલાવવાના બદલે ખોટી રીતે પત્રકારો વિશે લખે છે અને પરેશ અટાલીયા ને ખોટા કેસમાં ફસાવી દેવા માટે લોકોને ફોન કરીને ઉશ્કેરી રહ્યો છે. પત્રકારને બદનામ કરે છે તે માટે આજે કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપી અને તેની વર્ષોથી તાપી જિલ્લામાં કામ કરતા અધિકારીની બદલી કરવાની માંગ કરવામાં આવી અને સાથે સાથે તેની ખાતાકીય તપાસની માંગ કરવામાં આવી જેથી પત્રકારોને ન્યાય મળે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.