ધો. ૧૦ સામાજીક વિજ્ઞાન પેપરમાં છબરડા કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડછાડ કરાતા વાલીઓમાં ચિંતા :જવાબદારો સામે પગલાંની માંગ !!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં બારડોલી વિભાગ શાળા સમૂહ (svs ૧-૨) ના નામે જૂના પરિરૂપ મુજબ ધોરણ-૧૦ સામાજીક વિજ્ઞાન પેપરમાં છબરડા કરતાં તાપી અને અન્ય જિલ્લાની ૨૧૫ શાળાઓના ૧૨૦૦૦ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડછાડ થતાં વાલીઓમાં ચિંતા ? જવાબદારો સામે પગલાં લો ?
આજરોજ તાપી જિલ્લામાં પ્રથમ પરીક્ષાના પેપરો બારડોલી વિભાગ શાળા સમૂહ (svs ૧-૨) દ્વારા તાપી જિલ્લા શિક્ષાધિકારીની કચેરીના અધિકારીઓ સાથે પાંચ આચાર્યો અને svs ના કનવિનરો ભેગા મળીને બારડોલી વિભાગ શાળા સમૂહ (svs ૧-૨) ના નામે શાળાકિય પરીક્ષાના પ્રશ્નપત્ર નું સંચાલન કરીને બધાને બાનમાં રાખી ને svs માં મેસેજ મૂકીને ફરજિયાત ઇન્ડેન્ટ પત્ર ભરાવીને પોતાના માનીતા પ્રિન્ટર પાસેથી જાહેર ટેન્ડર વિના બોર્ડના જૂના પરિપત્રો મૂજબ ગંભીર ભૂલોવાળા પ્રશ્નપત્રો કાઢી આખા તાપી જિલ્લાની તેમજ અન્ય શાળાનાં કુલ ૨૧૫ માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો સાથે અન્યાય કરી ને તેમજ શાળાના સંચાલકો, આચાર્યો ને ગુમરાહ કરી બજાર કિંમત કરતાં ત્રણ ગણા ભાવે પેપરો આપી વેપાર પણ કરી લીધો હોય તેવું ફલિત થાય છે. બહુલક ગરીબ આદીવાસી બાળકો સહિત અન્ય બાળકોનું જૂના પરિપત્ર મુજબના પેપરો કાઢી ભાવિ સાથે રમત રમીને નિર્દોષ બાળકોનું જીવન અંધકારમય બનાવ્યું છે.
આજે ધોરણ -૧૦ ના ફરજિયાત વિષય એવા સામાજીક વિજ્ઞાનના પેપરમાં હેતુલક્ષી પ્રશ્નો માં ગંભીર છબરડા માલૂમ પડયા. જેમાં બોર્ડ ના પરિપત્ર મુજબના પેપરો ન આવતાં બાળકો ના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામા આવેલ છે. તેના માટે જવાબદાર સામે શિક્ષાત્મક કાયદાકિય પગલાં લેવામાં આવે. આવી ગંભીર ભૂલ કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં ન આવે.
વાલીઓમાં ભારેલો અગ્નિ અને ચિંતા અને ભય નો માહોલ વ્યાપી ગયો છે. આવનારા દિવસોમાં સંચાલકો, વાલીઓ, શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતની સમીક્ષા કરી જવાબદારો સામે તપાસ હાથ ધરવામાં આવશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.