તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિપિનના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯ તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી ડૉ વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ગ્રામ્ય તથા તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના તેમજ બેઠક મળવા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. વ્યાજબી ભાવોની દુકાન પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગત માસ સપ્ટેમ્બ-૨૦૨૪માં ૧૦૦ ટાકા આધાર આધારિત વિતરણ કરાયું હતું. તેમજ ગત માસે તાપી જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામત કાયદા હેઠળ કુલ ૧, ૪૫,૮૩૦ રેશનકાર્ડ ધારકો પૈકી ૧,૪૧,૯૦૦( ૯૭.૩૧) ટકા રેશનકાર્ડ ધારકોએ ગત માસમાં જિલ્લાની તમામ વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી અનાજ પ્રાપ્ત કર્યું છે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
FPS દ્વારા ૧૦૦% આધાર વેરિફાઇડ અનાજનું વિતરણ કરવા અંગે,જરૂરી જગ્યાએ રેશનિંગ દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા અંગે,ચાર્જમાં ચાલતી વ્યાજબી ભાવની દુકાનોની સમીક્ષા તથા છેલ્લા માસ દરમિયાન NFSA હેઠળ નવા સમાવેશ થયેલ રેશનકાર્ડ, વ્યાજબ ભાવોની દુકાનોની તાપાસણી,વન નેશન વન કાર્ડના લાભાર્થીઓમાં થતા વધારા અંગે વિગતવાર ચર્ચાઓ કરી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ વિપિન ગર્ગે જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત,જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, સહિત જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.