સોનગઢ ખાતે “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫” અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢના શકિત ટ્રસ્ટ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેહળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.જેમાં કુકરમુંડા, નિઝર,ઉચ્છલ,સોનગઢ, વ્યારા તાલુકાની ગ્રામ્ય કક્ષાની મહિલાઓને લક્ષિત રાખીને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા કાનુની સેવા સત્તામંડળ માંથી કાયદા નિષ્ણાંત નિલેશભાઇ પટેલ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવેલ અને આ કાયદો મહિલાઓ ને પોતાના જીવન મા ઉપયોગીતા અંગેનુ મહત્વ સમજાવેલ, જેમા વાસ્તવિક જીવનમાં અને કૌટુબિક જીવનમાં આવાતા પ્રશ્નો ના ઉદાહરણો દ્વારા સમજાવેલ હતા. આ કાયદા સાથે સંકાળાયેલી મહિલા ને લગતી મદદ ની જોગાવાઇઓ અંગે પણ જાણકારી આપી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શ્રીમતી સુલોચના એસ.પટેલ દ્વારા મહિલાઓને મહિલાલક્ષી યોજના મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તક ચાલતી (૧) વ્હાલી દિકરી યોજના, (૨) ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, (૩) ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, (૪) મહિલા સ્વાવલંબન યોજના તેમજ સખી વન સ્ટોપ સેન્ટર, PBSC સેન્ટર, VMK, ૧૮૧ મહિલા અભયમ વિશે વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી. RSETI ડીરેક્ટરશ્રી-કિરણભાઇ દ્વારા તેમના હસ્તક ચાલતી વિવિધ તાલીમો વિશે સંવાદ કરેલ, લીડ બેંક મેનજરશ્રી- રસિક જેઠવા દ્વારા બેંક વિષયક, વીમા કવચ વિશે તેમજ FLCC કાઉન્સેલર અનિલભાઇ દ્વારા બેંક વિષયક માહીતી આપી હતી.કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા યોજનાકીય IECનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શકિત ટ્રસ્ટ ડીરેક્ટરશ્રી , DHEW સ્ટાફ અને વિવિધ તાલુકાઓમાંથી આવેલ મોટી સંખ્યામાં હિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
00
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.