ગુજરાત રાજ્ય માટે રાજ્ય કક્ષાની કૃષિ-માર્ગદર્શિકા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી ડો. સી. ડી. પંડ્યાની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજય માટે રાજ્ય કક્ષાની કૃષિ માર્ગદર્શિકા નીચે મુજબ છે :
કોવિડ -19 સંબંધિત માર્ગદર્શિકા
• લણણી, કાપણી, ફળોની વીણી,પરીવહન, ખેત પેદાશોના સંગ્રહ, બજાર સ્થળ વગેરે ખેત કામગીરીમાં બે વ્યાક્તિઓ વચ્ચે છ (૬) ફુટનું અંતર રાખવું.
• તમામ વ્યક્તિઓએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, વ્યક્તિગત સ્વચ્છતા રાખવી જોઈએ અને સમયાંતરે સાબુથી હાથ ધોવાનું સુનિશ્ચિત કરવું જોઈએ.
• ઇનપુટ ડીલરોને પણ સામાજિક અંતર, દુકાન પર સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા અને તકેદારીઓ જાળવવા સલાહ આપવામાં આવે છે.

સામાન્ય માર્ગદર્શિકા
• પરિવારના તમામ સભ્યોના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને અન્ય લોકોને ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવાની સલાહ આપવામાં આવે છે.
(https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu&hl=en_IN)
• તમામ ખેડુતોને કૃષિ ચીજવસ્તુઓના પરરિહન તથા વેપારીઓ સાથે જોડાણની સરળતા માટે કિસાન રથ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સલાહ છે.
(https://play.google.com/store/apps/details?id=com.velocis.app.kishan.vahan&hl=en_IN)
• કોવિડ -19 અંતર્ગત આરોગ્ય સંબંધિત સમસ્યાઓ માટે રાજ્યની હેલ્પલાઇન 104 પર સંપર્ક કરો.
•લોકડાઉન પછી મજૂરની અછત હોઈ શકે છે. આવી સ્થિતિમાં કસ્ટમ હાયરિંગ સેન્ટરો દ્વારા ફાર્મ ઓજારો અને મશીનરીનો ઉપયોગ અપનાવવો જોઈએ.
•લોકડાઉન અવધિ પછી અગત્યના નિર્ણાયક ઇનપુટ્સની સરળતાથી ઉપલબ્ધતા માટે ખેડૂત સંગઠનો (FPOs/FPCs/SHGs) તૈયાર કરવા જોઈએ.
• શુષ્ક અને ગરમ હવામાનની પ્રવર્તમાન સ્થિતિને કારણે, ખેડુતોને તમામ શાકભાજીના પાકમાં હળવા સિંચાઈ માટે સલાહ આપવામાં આવે છે. સિંચાઈ સવારના અથવા સાંજના સમયે કરવી જોઈએ.
• રવિ પાકની લણણી પછી ખેતરોમાં ઊંડી ખેડ કરવાની સલાહ આપવામાં આવે છે જેથી ઇંડા અને જંતુઓ, ફૂગ, બેક્ટેરિયા અને નીંદણના વિવિધ સુષુપ્ત તબક્કાઓ નાશ પામે.
• રવિ પાકના ઉત્પાદનના સંગ્રહ પહેલાં અનાજને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ અને તેને ભેજ વાળી માત્રાના સૂચિત સ્તર સુધી યોગ્ય રીતે સૂકવવું જોઈએ.
• પાછલા પાકના બધા અનાજ અને અન્ય સંગ્રહિત ચીજોને દૂર કરીને ગોડાઉન યોગ્ય રીતે સાફ કરવા જોઈએ. દિવાલોની તિરાડો અને પોલાણો સાફ કરવા અને સમારકામ કરવું જોઈએ અને વ્હાઇટવોશિંગ કરવું જોઈએ. જેઓને પરવડી શકે છે તેમને 0.5% મેલેથોન સોલ્યુશન છાંટવાની અને ચેમ્બરને 7-8 દિવસ સુધી બંધ રાખવાની સલાહ આપવામાં આવે છે. શણના કોથળાઓને તડકે સુકવવા જોઈએ જેથી ઇંડા અને જીવાતોની અન્ય સુષુપ્ત અવસ્થાઓ તેમજ રોગાકારકનો નાશ થાય.

કૃષિ પાકોને લગતી માર્ગદર્શિકા
ઉનાળુ મગફળી: હાલની હવામાનની સ્થિતિ હેઠળ મગફળીમાં લીલી ઇયળ / લશ્કરી ઇયળનો ઉપદ્રવ જોવા મળે તેવી સંભાવના છે. જો ઉપદ્રવ આર્થિક ક્ષમ્ય માત્રા કરતાં વધુ જોવા મળે, તો ઇમામેકટીન બેન્ઝોએટ 5% એસજી @ 7 ગ્રામ / 10 લિટર પાણીનો છંટકાવ કરવો. ગરમ હવામાનને કારણે, મગફળીમાં કથીરીના ઉપદ્રવ બાબતે દેખરેખ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો ઉપદ્રવ વધે, તો ઈથિયોન @ 1.5 થી 2 મિલી અથવા પ્રોપરગાઇટ 57% ઇસી @ 10 મિલી / 10 લિટર પાણીનો છંટકાવ સૂચવવામાં આવે છે.
ઉનાળુ તલ: થ્રીપ્સ અને પાન વાળનાર ઇયળ (માથા બાંધનાર ઇયળ)ના નિયંત્રણ માટે 5% લીમડાના બીજનો અર્ક 500 મિલી અથવા લીમડાના બીજનું તેલ 50 મિલીને ડાયફેંથ્યુરોન 16 ગ્રામ / 10 લિટર પાણી સાથે મેળવીને છંટકાવ કરવો જરૂરી છે. તલમાં કાળિયા તથા સુકારાના રોગને રોકવા માટે વધુ પડતું પિયત ટાળવું. જરૂર મુજબ હળવી સિંચાઇ કરો.
મગ અને અડદ: હાલની પરિસ્થિતિમાં, ઉનાળામાં વાવેલા મગ અને અડદમાં લીલી ઇયળ અને સફેદમાખીનો ઉપદ્રવ જોવા મળે તેવી સંભાવના છે. લીલી ઇયળના ઉપદ્રવને કાબૂમાં રાખવા માટે સ્પિનોસેડ 3 મિલી / 10 લિટર પાણી અને સફેદમાખી માટે એસેટામિપ્રીડ 20% એસપી @ 5.0 ગ્રામ અને 500 મીલી 5 % લીમડાના બીજનો અર્ક અથવા લીંબોળીનું તેલ 50 મિલી / 10 લિટર પાણીમાં મેળવીને છાંટવાની ભલામણ કરવામાં આવે છે.
રજકો: રજકામાં થ્રીપ્સના ઉપદ્રવ માટે પાકની દેખરેખ રાખવી. જો જરૂરી હોય તો, 500 મીલી 5% લીમડાના બીજનો અર્ક (એઝાડિરેકટીન) અથવા લીંબોળીનું તેલ (એઝાડિરેકટીન 1500 પીપીએમ) 50 મિલી / 10 લિટર પાણી સાથે મેળવી છાંટવું.
સરગવો : ફૂલ અને પાન ખાનાર ઇયળના ઉપદ્રવ માટે પાકનું નિરીક્ષણ કરવું. જો ઉપદ્રવ જોવા મળે તો, 500 મીલી 5 % લીમડાના બીજનો અર્ક (એઝારડરેકટીન) અથવા લીંબોળીનું તેલ (એઝાડિરેકટીન 1500 પીપીએમ) 50 મીલી / 10 લીટર પાણી સાથે મેળવી છાટવું. પુખ્ત કિટકોના નિયંત્રણ માટે 1 થી 2 પ્રકાશપિંજર પ્રતિ હેક્ટર મુકવા. ભારે ઉપદ્રવ જણાય તો મેલાથિઓન 50 ઇસી 20 મિલી / 10 લિટર પાણીનો છંટકાવ કરવો.
શાકભાજી પાકો: રીંગણ, ભીંડા, ગલકા, તુરિયા, દુધી, કારેલા, ગુવાર અને તરબૂચમાં સફેદમાખીના ઉપદ્રવ માટે પાકનું નિરીક્ષણ કરવું. જો જરૂર જણાય તો 5% લીમડાના બીજનો અર્ક 500 મીલી અથવા લીમડાના બીજનું તેલ 50 મિલીને ડાયફેંથ્યુરોન 16 ગ્રામ / 10 લીટર પાણી સાથે મેળવીને છંટકાવ કરવો.
ટામેટા / રીંગણ: રીંગણ અને ટમેટામાં ફેરોમોન ટ્રેપ્સનો ઉપયોગ કરીને ફળ કોરી ખાનાર ઇયળની સતત દેખરેખ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો જીવાતનો ઉપદ્રવ આર્થિક ક્ષમ્ય માત્રા કરતાં વધુ જોવા મળે, તો કલોરન્ટ્રેનિલિપ્રોલે 18.5 % એસસી 3.0 મિલી અથવા ડીડીવીપી 7 મિલી / 10 લિટર પાણી સાથે છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કથિરીનો ઉપદ્રવ જોવા મળે તો ચોખ્ખા હવામાનમાં પ્રોપરગાઇટ 57% ઇસી @ 10 મિલી / 10 લિટર પાણીનો છંટકાવ કરવો.
મરચાં: હાલની હવામાન પરિસ્થિતિમાં, થ્રિપ્સનો તીવ્ર ઉપદ્રવ જણાયેલ છે. આથી, પ્રોફેનોફોસ 20 મી.લી દવા, 500 મીલી 5 % લીમડાના બીજના અર્ક (એઝાડિરેકટીન) અથવા લીંબોળીના તેલ (એઝાડિરેકટીન 1500 પીપીએમ) 50 મિલી / 10 લિટર પાણી સાથે મેળવીને છાંટવી. વધુ ઉપદ્રવની પરિસ્થિતિમાં સ્પિનોસેડ અથવા સ્પિનેટોરમ દવાનો 3 મિલી / 10 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
કેળ: ફૂલોના / ફળ આપવાના તબક્કા દરમિયાન, કેળાના ફળોના વધુ સારા વિકાસ માટે નર ફૂલો દૂર કરવા. ફળના વિકાસના તબક્કે પિયત કરવું.
આંબા: ફળમાખીના નિયંત્રણ માટે ડીડીવીપી 4 મિલી અને મીથાઈલ યુજેનોલ 10 મિલીનું મિશ્રણ 10 લીટર પાણીમાં મેળવી છાંટવું. જરૂરિયાત મુજબ પિયત આપવું.
પશુધન / મરઘાં : હાલની હવામાન પરિસ્થિતિમાં, પ્રાણીઓને બપોરના સમયે છાંયડામાં રાખો, પીવા માટે ખનિજક્ષારયુકત પૂરતા પ્રમાણમાં ઠંડુ પાણી આપો અને પ્રાણીઓને દિવસમાં બે થી ત્રણ વાર ઠંડા પાણીથી સ્નાન કરાવો. પશુઓમાં ગળસૂન્ઢો તથા ગાંઠિયા તાવના નિયંત્રણ માટે રસીકરણ કરાવવું. દુધાળ પશુઓના આઉને ઝીંક ઓકસાઈડ અથવા બોરિક પાવડરથી યોગ્ય રીતે સાફ કરવા. નાની ઉમંરના પશુઓને કૃમિનાશક દવા આપવી. ઇતરડીના ઉપદ્રવને કાબૂમાં રાખવા માટે ડેલ્ટામેથ્રીન અથવા એમીટ્રાઝ 2 મિલી / 1 લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. માખીઓ અને મચ્છરોથી બચાવ માટે પશુઓના રહેઠાણમાં સેનિટાઇઝર અથવા ફિનાઇલનો છંટકાવ કરવો. ખનિજક્ષાર મિશ્રણ સાથે સંગ્રહિત ચારો આપો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other