ઉચ્છલ આઈટીઆઈ ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૪. ઉચ્છલ ખાતે ઔધોગિક તાલીમ સંસ્થામાં પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંગ ભાઈ વસાવા તથા ધારાસભ્યશ્રી ડો. જયરામભાઈ ગામીત સાહેબના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ હતુ.
ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન-ઉકાઈ, જે કે પેપર મીલ-ઉકાઈ તથા એચ આઇ એલ લિમિટેડ-વાલોડ દ્વારા વિવિધ એપ્રેન્ટીસ વેકેન્સી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતીમાં તાપી જિલ્લાના ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં તાપી જિલ્લાના 128 જેટલા ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામાં આવી હતી. આગળની પ્રક્રિયા ટૂંક સમયમા પુર્ણ કરવામાં આવશે અને મેરીટ આધારીત હાજર ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે અંતિમ પસંદગી કરવામાં આવશે.
કાર્યક્રમમાં ઉચ્છલ ગામના સરપંચ શ્રી બિપિનભાઈ નાઇક તથા સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત તાપીના અધ્યક્ષ શ્રીમતી મસુદાબેન નાઇકએ હાજરી આપી હતી. કાર્યક્રમનુ આયોજન જિલ્લા કૌશલ્ય વિકાસ અધિકારીશ્રી એમ એસ પટેલ તેમજ ઔધોગિક તાલીમ સંસ્થા-ઉચ્છલ ના આચાર્યશ્રી જે.કે ગામીતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતુ.
000000000————000000000000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.