ઓલપાડ પંથકમાં નવરાત્રિની પૂર્ણાહુતિ સાથે મહિલાઓએ પરંપરાગત ગરબો વળાવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમય ભલે બદલાયો પરંતુ માટીનાં ગરબાનું મહત્વ આધુનિક સમયમાં પણ યથાવત રહ્યું છે. આદ્યશક્તિની આરાધના કરવા માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રિ પૈકી આસો મહિનાની નવરાત્રિનું મહાત્મ્ય વિશેષ છે. નવરાત્રિમાં લોકો નવ દિવસ માતાજીની આરાધના કરે છે તે પૂર્વે ખૂબ જ ભાવપૂર્વક માટીનાં ગરબાનું સ્થાપન કરતાં હોય છે. નવરાત્રિનાં પ્રથમ દિવસે માતાજી પ્રત્યેની અખૂટ શ્રધ્ધા સાથે સ્થાપિત માટીનાં ગરબાને પરંપરાગત રીતે અંતિમ દિવસે મુહૂર્ત મુજબ તેનાં ગંતવ્ય સ્થાને વળાવવામાં આવતો હોય છે. જે પરંપરાગત મુજબ ઓલપાડ ટાઉન સહિત ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ આજરોજ વહેલી સવારે માતાજીની પૂજા આરતી કરી ગરબાને ભક્તિભાવપૂર્વક તેનાં થાનકે વળાવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.