રાજ્ય સરકારે OPS સંદર્ભે કરેલ જાહેરાતને સુરતનાં ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે હર્ષોલ્લાસથી વધાવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત સરકારનાં 1/4/2005 પહેલાનાં તમામ કર્મચારીઓને OPS માં લેવાની જાહેરાતને સુરતનાં ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે હર્ષોલ્લાસથી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વધાવી હતી.
આ બાબતે ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ નિમેષ પટેલે જણાવ્યું હતું કે OPS ની લડત છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલતી હતી જેને સફળતા મળી છે, જેનો ફાયદો રાજ્યનાં અંદાજીત 65,000 જેટલાં કર્મચારીઓને થવાનો છે. હજી પણ બાકી રહેલાં તમામ કર્મચારીઓને OPS મળે તે માટેની લડત પણ ચાલુ જ રહેશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં બાહોશ નેતા દિગ્વિજયસિંહ જાડેજાની રણનીતિ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં યશસ્વી પ્રમુખ કિરીટભાઇ પટેલનાં સફળ કાર્યોની શૃંખલા આવનારા દિવસોમાં જરૂર રંગ લાવશે. શિક્ષકો સહિત કર્મચારીઓનાં હિતાર્થે રાજ્યનાં સંગઠનને સહકાર આપવા ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ હંમેશા તત્પર રહેશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.