ઓલપાડ કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા નવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીનાં નવ દિવસો નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે. ઠેરઠેર લોકોમાં માં અંબેની ભકિતનો રંગ જોવા મળી રહ્યો છે. આ પર્વમાં દરેક જ્ઞાતિ પોતાની પરંપરા મુજબ અને સંસ્કૃતિની ઓળખ આપતાં ગરબા કે રાસ રમતાં હોય છે, ત્યારે ઓલપાડ ટાઉનમાં વસવાટ કરતાં કચ્છ કડવા પાટીદાર સમાજનાં ભાઈ-બહેનો પણ છેલ્લાં 45 વર્ષથી એક જ સ્થળે પરંપરાગત પહેરવેશ સાથે ગરબે ઝૂમી માં અંબેની આરાધના કરતાં આવ્યા છે.
રાજ્યભરનાં શહેરોમાં નવરાત્રિનાં પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ખેલૈયાઓ પ્રોફેશનલ આયોજન સ્થળે ગરબા રમવા જઈ રહ્યાં છે, ત્યારે ઓલપાડ ટાઉન સ્થિત પટેલ સો મીલ ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજનાં દીકરા-દીકરીઓ સહિત આબાલવૃધ્ધોને ક્યાંય બહાર ગરબા રમવા ન જવું પડે તે માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમાજનાં સૌ કોઈ પરંપરાગત પહેરવેશ સાથે ઘરેણાં પહેરીને એક સાથે ગરબા રમતાં જોવા મળી રહ્યાં છે. અત્રે નવરાત્રિનાં નવ દિવસ માતાજીની વિધિવત આરતી કરવામાં આવે છે. એકબીજાનાં યોગ્ય સંકલન થકી કોઈપણ પ્રકારની દેખાદેખી વગર નવરાત્રિનાં આયોજનનો ખર્ચ કરવામાં આવે છે અને નવરાત્રિનો મહિમા ઉજાગર કરવામાં આવે છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *