ડાંગ જિલ્લાનાં સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ માલેગામ ખાતે રહેતા સરપંચનાં ઘર પાસેથી મહાકાય અજગર રેસ્કયુ કરાયો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં તળેટીય વિસ્તારમાં આવેલ જંગલમાંથી શિકારની શોધમાં ભટકતો અજગર માલેગામનાં સરપંચનાં ઘર પાસે પોહચી જઈ સળવળાટ કરતા ભયનો માહોલ સર્જાયો હતો. અહી રાત્રીનાં અરસામાં મહિલા સરપંચ તન્મયબેન ઠાકરેનાં ઘર પાસે મહાકાય અજગર જોવા મળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેના પગલે સરપંચ તન્મય ઠાકરેએ એનિમલ સેવા ગ્રુપ સાપુતારાનાં યુવાનોને જાણ કરી હતી. જેથી સાપુતારા એનિમલ સેવા ગ્રુપનાં યુવાનો તુરંત જ તળેટીય વિસ્તારમાં આવેલ માલેગામ ખાતે દોડી આવ્યા હતા. અને સ્થળ પરથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી પકડી પાડી દુરનાં જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો. અહી મહાકાય અજગરને પકડી લેવામાં આવતા આસપાસનાં લોકોએ રાહત મેળવી હતી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *