સાકરપાતળ માધ્યમિક શાળામાં બાળ અધિકારોની જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૯: ભારત સરકારના ‘મિશન શક્તિ” યોજના હેઠળ પેટા યોજનાઓ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો વર્ષ ૨૦૨૪માં તારીખ ૨ ઓકટોબર થી ૧૧ ઓકટોબર દરમિયાન “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.

જે કાર્યક્રમ અંતર્ગત તા.૭ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ મહિલા અને બાળ અધિકારી કચેરી આહવા ડાંગ,મહિલા અને બાળ અધિકારી શ્રી બી.જે. ગામિત અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી કે.એ. ગિરાસેના માર્ગદર્શન હેઠળ વઘઇ તાલુકાના સાકરપાતળ ગામે આવેલ માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળા સાકરપાતળ ખાતે જાગૃતી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં કાનુની સલાહકાર કાનુની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા બાળકોને “પોક્સો એક્ટની” માહિતી આપવામાં આવી હતી, તેમજ કાનુની સલાહ કેન્દ્ર દ્વારા ડાકણ પ્રથા અને કુરિવાજો વિશે માહિતી આપવામાં આવી હતી.

એડવોકેટ શ્રી મિતેશભાઇ દ્વારા બાળકોને તેઓને લગતાં આનુષાંગીક કાયદાઓ વિશે સમજ આપવામાં આવી હતી. DHEW જેન્ડર સ્પેશ્યાલીસ્ટ પિયુષભાઇ ચૌધરી દ્વારા બાળકોના અધિકારો અને બાળકોને રક્ષણ આપતો કાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં , જિલ્લા પંચાયત સદસ્યશ્રી, સાકરપાતળ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના DHEWના કર્મચારીગણ સાકરપાતળ ગૃપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, નવસારી કાનુની સેવા સત્તા મંડળના કર્મચારીઓ, કાનુની સલાહકાર, આહવા કાનુની સલાહ કેન્દ્રના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *