ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળવાની સાથે શીત લહેર વ્યાપી જવા પામી હતી

Contact News Publisher

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ડાંગી ખેડૂતોનાં ઉભા ડાંગરનાં પાકને જંગી નુકસાન

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં થોડા દિવસનાં વિરામ બાદ ફરી વરસાદી માહોલે દસ્તક દેતા વાતાવરણ બેવડાયુ હતુ.બુધવારે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,સાકરપાતળ,વઘઇ, ઝાવડા,ભેંસકાતરી, પીંપરી,કાલીબેલ,સુબિર, સિંગાણા, લવચાલી, ચીંચલી, આહવા,બોરખલ,ગલકુંડ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામડાઓમાં વિજળીનાં કડાકા ભડાકા સાથે ક્યાંક ઝરમરીયો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં બુધવારે પડેલ પાછોતરો વરસાદનાં પગલે ડાંગરનાં ઉભા પાકને જંગી નુકસાન થયુ હતુ.જેમાં ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં થોડાક સમય માટે વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.સાપુતારા પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે વહેળા,કોતરડા અને નાળાઓ પાણીથી ઉભરાયા હતા.ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારમાં વરસાદી માહોલની સાથે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વાહન ચાલકોએ વાહનોની સિગ્નલ અને હેડલાઈટ ચાલુ રાખી વાહનો હંકરવાની નોબત ઉઠી હતી.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે લોકોએ ઉકળાટમાંથી રાહત મેળવી હતી.સાથે જિલ્લાનાં વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.ડાંગ જિલ્લામાં મોડી સાંજથી વરસાદી માહોલ જામતા નવરાત્રી રસિયાઓનાં રંગમાં ભંગ પડ્યો હતો.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર વરસાદ પડતા નવરાત્રીનાં ગરબા માટે બનાવેલ ડોમ,મંડપ અને શણગાર પાણીથી તરબોળ બની લથપથ બન્યા હતા.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે નવરાત્રીનાં ગોઠવેલ મંડપોમાં પાણી ભરાય જતા ખૈલેયાઓનાં આશા પર પાણી ફરી વળ્યુ હતુ..

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *