એકસીડન્ટના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇને મળેલ બાતમી આધારે બાજીપુરા સુમુલડેરી પાસેથી વાલોડ પો.સ્ટે.મા નોંધાયેલ એકસીડન્ટના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો આરોપી- શ્રવણકુમાર સુરતારામ બિશ્નોઇ મુળ રહે.રાવલી નાડી, બિશ્નોઇ ની ઢાણી તા.ગુડામાલાણી, જી.બાડમેર (રાજ.) તા.૦૮/૧૦/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઈ, પો.કો. અરૂણભાઈ જાલમસિંહ, અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇ, પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના અ.પો.કોન્સ. ધનંજયભાઇ ઇશ્વરભાઇ, અ.પો.કોન્સ. હસમુખભાઇ વિરજીભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
