વ્યારાનાં પનિયારીની શિશુ/વિદ્યા ગુર્જરી શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ/વિદ્યા ગુર્જરી શાળામાં તા.08/10/2024 ને મંગળવારના રોજ આદ્યશકિતની આરાધના પર્વના છટ્ઠા નોરતે શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે શાળામાં નિર્ણાયક શ્રીમતિ રંજનાબેનના હસ્તે માં જગદંબાની આરતી કરવામાં આવી એમની સાથે ભૂતપૂર્વ કેમ્પસ ડાયરેક્ટર શ્રી નવીનભાઈ પંચોલી ઉપસ્થિત રહ્યા. વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓને પર્વનું મહત્વ સમજી એ હેતુથી ઉત્સવ અને પર્વની ઉજવણી કરવામાં આવી નવરાત્રિનો ઉત્સવ આપણે શાસ્ત્રોકત રીતે ઉજવી છીએ ગીત, સંગીત અને નૃત્યની ત્રિવેણી દ્વારા ઈશ્વરની આરાધના વિદ્યાર્થીઓને આંનદ અને રોમાંચની અનુભૂતિ કરાવે છે. તેની સાથે જ વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી નાના-નાના ભૂલકાઓ પણ ગરબને તળે ઘૂમ્યા સૌ શિક્ષકશ્રીઓ તેમજ વાલીઓ પણ ગરબને તળે ઘૂમ્યા આમ આંનદ ઉત્સવની સાથે સ્પર્ધાનો માહોલ પણ જામ્યો.


આ પ્રસંગે શાળામાં નિર્ણાયક તરીકે રંજનાબેન પંચોલી અને શાળાના શિક્ષિકાબેન રોહિણીબેન ચૌધરીએ સેવા આપી સ્પર્ધાના અંતે નિર્ણાયકશ્રીઓના હસ્તે સૌ બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું તેમણે સૌ બાળકોને પ્રોત્સાહિત કર્યા અને સૌને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું. આમ, શાળામાં ભકિતભાવ પૂર્વક આદ્યશકિત માતાના પર્વની ઉજવણી કરવામાં આવી સૌ વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *