ડાંગ જિલ્લાનાં શામગહાન રવિવારી બજારના વેરા મામલે અખબારી અહેવાલ બાદ આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ હરકતમાં આવ્યા અને કસૂરવારો સામે કડક કાર્યવાહીનાં આદેશો આપ્યા

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ગામ ખાતે દર રવિવારે ભરાતા અઠવાડિક હાટ બજારમાં પાથરણા અને વેપારીઓ પાસે ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાણી કરાતા વેરાની રકમમાં વ્યાપક ગેરરીતી આચરવામાં આવી રહી હોવાની વિગત એક જાહેર માહિતી અધિકાર હેઠળ બહાર આવતા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેને લઇને અખબારી અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જે બાદ આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરી અને તાલુકા વિકાસ અધિકારી સુહાસ ગંવાદે હરકતમાં આવ્યા હતા. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના શામગહાન ગામ ખાતે દર રવિવારે અઠવાડિક હાટ બજાર ભરાતો હોય જેથી આ હાટ બજાર આસપાસનાં 25 ગામો માટે ખરીદી માટે કેન્દ્રનું સ્થળ છે. અહી મહારાષ્ટ્ર તેમજ વઘઇ વાંસદા,બીલીમોરા સહીત વિવિધ વિસ્તારોમાંથી કપડા, અનાજ, શાકભાજી, ફળફળાદી સહીત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ વેપારીઓ આવતા હોય ગ્રામ પંચાયત દ્વારા એક વેપારી કે દુકાન દીઠ 20 અથવા 50 રૂપિયાની રસીદ આપી નાણા ઉઘરાવવામાં આવતા હોય દરેક બજાર દીઠ અંદાજે હજારોની આવક થતી હોય આ નાણા ક્યા વપરાયા અને ગ્રામ પંચાયતમાં સિલક કેટલી રકમ છે તે અંગે શામગહાન ગામનાં જાગૃત આગેવાન પ્રકાશભાઈ ડી.ગાવિતે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ગ્રામ પંચાયત પાસે માહિતી માંગતા ગ્રામ પંચાયતે હાટ બજારમાંથી ઉઘરાવેલા વેરો સફાઈ કર્મચારીઓને પગાર પેટે આપ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જોકે ગ્રામ પંચાયત દ્વારા આર.ટી.આઈ. એક્ટિવિષ્ટ પ્રકાશભાઈ ગાવિતને આપેલ માહિતીમાં વર્ષ 2020- 21માં રૂ 9580ની આવક સામે રૂ. 9580 સફાઈ કર્મીઓને પગાર ચૂકવ્યો હોવાનું દર્શાવ્યુ છે. જયારે વર્ષ 2021-22માં રૂ.10,040 અને વર્ષ 2022-23માં રૂ. 10,800 ની આવક સામે તેટલો જ ખર્ચ સફાઈ કર્મીઓને ફાળવ્યો હોવાનું દર્શાવતા શંકા ઉપજી હતી. જોકે નોંધનીય છે કે તહેવારોનાં સીઝનમાં ડાંગ જિલ્લાનાં શામગહાન ખાતે અસંખ્ય વ્યાપારીઓ ઉમટી પડે છે. જેમાં વધુ વ્યપારીઓ આવતા વેરાની આવક બમણી થઈ જાય છે. ત્યારે શામગહાન ખાતે વાર્ષિક અંદાજે 50 થી વધુ વખત રવિવારનાં રોજ હાટ બજાર ભરાય છે. ત્યારે વાર્ષિક લાખોની આવક થાય છે.તેવામાં આ હાટ બજારનાં વેરાનાં નાણાની નજીવી રકમ બતાવી લાખોની રકમ કોણ હજમ કરી જાય છે.જે તપાસનો વિષય બન્યો છે. જેથી શામગહાન ગામના જાગૃત આગેવાન પ્રકાશભાઈ ગાવિત દ્વારા ગ્રામ પંચાયતમાં બજારમાંથી ઉઘરાવેલ વેરો ઓછો દર્શાવી બાકીની રકમ કોણ હજમ કરી ગયુ છે. તેની તપાસ હાથ ધરવા પંચાયત કમિશનર સહીત તકેદારી આયોગમાં ફરિયાદ કરવાની તેજવીજ હાથ ધરવામાં આવેલ છે. ત્યારે આ અંગેનો અહેવાલ અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જે બાદ આજરોજ આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી હરકતમાં આવ્યા હતા.અને તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, શામગહાન સહિત આહવા તાલુકામાં ભરાતા હાટ બજારોમાં વેરા મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે. જો ગેરરીતિ આચરવામાં આવી હોય તો કસૂરવારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તથા આહવા તાલુકામાં ભરાતા હાટ બજારોમાં તાલુકા કક્ષાએથી કર્મચારીઓની ફાળવણી કરી વેરા મુદે ચીવટતા રાખવામાં આવશે. જ્યારે તાલુકા વિકાસ અધિકારી સુહાસ ગંવાદેએ જણાવ્યુ હતુ શામગહાન હાટ બજારમાં વેરા મુદ્દે ભ્રષ્ટાચાર થયો હશે તો કસૂરવારો સામે કડક પગલા ભરવામાં આવશે. અહીં તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી બાંહેધરી તો આપવામાં આવેલ છે. જોકે આ અંગે યોગ્ય પારદર્શક તપાસ થશે કે પછી “ચલતા હૈ ચલને દો”નું વલણ અપનાવવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યુ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *