ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં મોખામાળ ગામના 17 વર્ષીય કિશોરે ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે મોતની છલાંગ લગાવી મોતને વ્હાલુ કરતા અરેરાટી વ્યાપી જવા પામી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં મોખામાળ ગામનો રહેવાસી 17 વર્ષીય કિશોર ઉકા તરસાડીયા કેમ્પસ બારડોલી ખાતે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. ત્યારે બારડોલી ખાતે આવેલ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલનાં ત્રીજા માળેથી આ કિશોરે મોતની છલાંગ લગાવી હતી. જેમા તેનુ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ. ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં મોખામાળ ગામ ખાતે રહેતો અજય જનકભાઈ ગાવિત (ઉ. વ.17) એ બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલીબા કેમ્પસમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. અને બોયસ હોસ્ટેલમાં રહેતો હતો. ત્યારે ત્યાં આ 17 વર્ષીય કિશોરે ત્રીજા માળેથી છલાંગ લગાવી દેતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતુ. આ બનાવને પગલે હોસ્ટેલના વોર્ડન કર્મચારીઓએ પરિવારને જાણ કરી હતી. જોકે પરિવારનાં સભ્યો દ્વારા હોસ્ટેલનાં સંચાલકો ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવતા તપાસનો વિષય બન્યો છે. આ કિશોરનાં પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, હોસ્ટેલમાં મોબાઈલ વાપરવાની મંજૂરી આપી હોવાથી આ ઘટના બની છે. હોસ્ટેલમાં વોર્ડન કર્મચારીઓ દ્વારા મોબાઈલ ઉપર પ્રતિબંધ કેમ ન મૂક્યો ? આ પ્રકારે પરિવારજનો દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે બાદ સમગ્ર મામલાને લઈને મહુવા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ત્યારે ડાંગ જિલ્લાનાં આદિવાસી કિશોરનાં મૃત્યુને લઈને અનેક શંકાઓ ઉભી થવા પામી છે. જેમાં આ કિશોર દ્વારા ક્યા કારણોસર મોતની છંલાગ લગાવી છે જે પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.