ડાંગ જિલ્લામા રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરતુ માર્ગ-મકાન વિભાગ
વઘઇથી સાપુતારા રોડનુ રિપેરીંગ કામ શરૂ કરાયુ :
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૭: ડાંગ જિલ્લામા ભારે વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓનુ સમારકામ શરૂ કરાયુ છે.
વઘઇથી સાપુતારા રોડ SH-15 કે જે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થવા પામ્યો હતો, તેના પેચવર્કનુ કામ હાથ ધરવામા આવ્યુ છે.
ડાંગ જિલ્લામાંથી ટ્રાન્સપોર્ટ, ટેમ્પો ટ્રાવેલર, તેમજ પ્રવાસ અર્થે પસાર થનાર રોજબરોજના વાહનચાલકોને ધ્યાને લઇ, વઘઇથી સાપુતારા ૪૨.૩ કીમી રોડ તાત્કાલિક અસરથી પૂર્વવત કરવા માટે, રાજ્ય માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એમ.આર.પટેલ તેમજ તેઓની ટીમ દ્વાર ખડેપગે આ કામગીરી હાથ ધરવામા આવી છે.
આ અગાઉ રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા ચોમાસામા ક્ષતિગ્રસ્ત થયેલ ચિંચલી-બાબુલઘાટનો કુલ ૩૧.૨ કી.મીના રસ્તાનુ મેટલ પેચવર્ક પુર્ણ કરવાની સાથે, ડામર સમારકામની કામગીરી શરૂ કરાતા લોકોને આંશિક રાહત થવા પામી છે.
–
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.