તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા શાળા મર્જનો વિરોધ, નવા ખાત મુહૂર્ત થયેલા ઓરડાઓ બનાવવા રેલી કાઢી આવેદન પત્ર સોંપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા તાપી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખશ્રી મધુર ગામીતના નેજા હેઠળ શાળા મર્જનો વિરોધ, નવા ખાત મુહૂર્ત થયેલા ઓરડાઓ બનાવવા માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનથી ઉચ્છલ મામલતદાર કચેરી સુધી રેલી કાઢી મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં તાપી જિલ્લા યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનગઢ તાલુકા પંચાયત માજી પ્રમુખશ્રી યુસુભભાઈ ગામીત, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રીશ્રી ઓ વિવેક પાડવી, વિરલ વસાવા, તાપી જિલ્લા સેવાદળનાં પ્રમુખ સંદીપભાઈ વસાવા, ઉચ્છલ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મહેશભાઈ વળવી, યુવક કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.