ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ મથક હદ વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ડાંગ જિલ્લા લોકલ ક્રાઈમની ટીમ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS)સુરતનાઓ દ્વારા સુરત રેંજ વિસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતિ સદંત્તર નેસ્તનાબુદ કરવાની સુચના આપતા ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા (IPS)નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ સબ ઇન્સ્પેકટર કે.જે. નિરંજન, તથા તેમની ટીમ સાથે ડાંગ જિલ્લામાં પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા અંગે વોચ તપાસ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બોરખલ ગામનાં જાહેર બસ સ્ટેશન પાસે આવતા બાતમી હકીકત મળેલ કે બોરખલવગામે ઉપલા ફળીયા હનુમાનજીના મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં પગદંડી રસ્તા ઉપર આહવા ગામનાં ઈસ્માઇલભાઇ ઉર્ફે ઈસ્લા વોરા તેના માણસો સાથે બેસી આવતા જતા લોકો પાસેથી પૈસા વતી ગે.કા.રીતે વરલી મટકાનો અંક ફેરનો હાર જીતનો જુગાર રમી રમાડે છે. બાતમી વાળી જગ્યાએ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જતા (1) કાંચાભાઈ ગોપાલભાઇ ગૌતમ ઉ.વ.50 રહે.આહવા દત્તનગર તા.આહવા જી.ડાંગ (2) ઈસ્માઈલભાઈ ઉર્ફે ઈસ્લા હાતીમભાઇ વોરા, ઉ.વ.47 રહે.આહવા આંબાપાડા તા.આહવા જી.ડાંગ ને પકડી પાડેલ અને ભાગી જનાર આરોપીઓમાં (3) ગોંવિંદભાઇ જેના પુરા નામની ખબર નથી રહે.પીપલ્યામાળ તા.આહવા જી.ડાંગ (4) કિશોરભાઇ જેના પુરા નામની ખબર નથી રહે.આહવા પટેલપાડા તા.આહવા જી.ડાંગને વોન્ટેડ જાહેર કરેલ છે. હાલમાં ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે પકડાયેલ બંને આરોપીઓ પાસેથી રોકડા રૂા.13,110/- તેમજ મોટર સાયકલ નંગ-3, જેની કિ.રૂા.1,05,000/-, મોબાઈલ નંગ-1, કિ.રૂા. 5000/-, મળી કુલ કિ.રૂા.1,23,110/- નો જુગારનો મુદ્દામાલ કબ્જે કરી તેમજ બીજા બે ઈસમ ભાગી જતા વોન્ટેડ જાહેર કરી આહવા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ- 12(અ) મુજબનો ગુન્હો રજીસ્ટર કરેલ છે.
આ કામગીરી આહવા-ડાંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પી.એસ.આઈ. કે.જે. નિરંજન, એ.એસ.આઇ. પ્રમોદભાઇ ગનસુભાઇ નિવર, એ.એસ.આઈ. રમેશભાઇ બાળુભાઈ પવાર, એ.એસ.આઇ. રણજીતભાઇ ઉસ્યાભાઈ પવાર, અ.હે.કો. લક્ષ્મણભાઇ જયવનભાઇ ગવળી, પો.કો. દિલીપભાઈ જતર્યાભાઈ ગામીત દ્વારા કરવામાં આવી હતી..
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.