ડાંગ પોલીસ પરિવાર દ્વારા નવરાત્રિ આદ્યશક્તિની આરાધના સાથે સમાજસેવાનું અનોખું સંયોજન,
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લા પોલીસ પરિવાર આયોજીત નવરાત્રિ ઉત્સવમાં માત્ર આદ્યશક્તિની આરાધના જ નહીં, પરંતુ સમાજસેવા અને જાગૃતિના વિવિધ કાર્યક્રમો દ્વારા એક નવી પહેલ ઉભી કરવામાં આવી સતત નવરાત્રી દરમિયાન રાશ ખૈલેયાઓ ઝૂમી ઉઠ્યા હતા. પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષકોમાં એસ.જી. પાટીલ અને જયદીપ સરવૈયાની આગેવાની હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વિવિધ સરકારી વિભાગોનો સહયોગ થકી નવરાત્રી ઉત્સવ દરમિયાન માતાજીની પૂજાની સાથે મહિલા સશક્તિકરણ હેઠળ ઘરેલુ હિંસા વિરુદ્ધ જાગૃતિ કેળવવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન, લોકશાહીમાં ભાગીદારી ના હેતુથી મતદાન જાગૃતિ અભિયાન,
બાળકોનું સુરક્ષિત ભવિષ્ય માટે બાળકોના જાતીય શોષણ સામે લડવા માટે જાગૃતિ, પ્રવાસીઓની સુરક્ષા માટે ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની સલામતી માટે વિશેષ વ્યવસ્થા,જેવા અનેક સમાજ ઉપયોગી કાર્યક્રમ યોજી લોક જાગૃતિ નો સંદેશ ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે , ડાંગ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજીત નવરાત્રિનો ઉત્સવ સમાજસેવા અને જાગૃતિનાં કાર્યોની સાથે સક્રિય ભાગીદારી તેમજ રાશ ગરબાઓનાં આયોજન થકી સફળ સંસ્કૃતિની ઝાંખી પુરી પાડી રહ્યો છે..
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.