ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ નિમિત્તે બાપુ પ્રતિ વિવિધ રીતે આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારતનાં રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનાં જન્મદિવસની ઉજવણી ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિવિધ રીતે કરવામાં આવી હતી. ઉજવણીનાં ભાગરૂપે શાળાઓમાં ગાંધી વિષયક સ્પર્ધાઓ, સ્વચ્છતા અભિયાન, રેલી, અહિંસા પર વક્તવ્ય જેવાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીજીને વૈશ્વિક સ્તરે આદર અને સન્માન સાથે યાદ કરવામાં આવે છે ત્યારે શાળાઓમાં બાળકો સહિત શિક્ષકગણે ગાંધીવંદના થકી રાષ્ટ્રપિતાને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. આ તકે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સોશિયલ મીડિયાનાં માધ્યમથી સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અપરિગ્રહ, સ્વાવલંબન, અસ્પૃશ્યતા, અભય, સ્વદેશી, સ્વાર્થ ત્યાગ, સર્વધર્મ સમભાવ જેવો ગાંધીબાપુનો ઉમદા સંદેશ પાઠવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.