લોકડાઉનના સમયનો સદઉપયોગ કરી રોહિત સમાજને શિક્ષક તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર પરમારે સમાજની ડિજિટલ ટેલીફોન ડાયરી બનાવી અર્પણ કરી

Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) કોરોના વાયરસની મહામરીમાં સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન ના સમયમાં કોરોના ને ભગાડવા હોય તો ઘરમાં રહેવું વધુ સુરક્ષિત હતું સમયનો સદુપયોગ થાય અને રોહિત સમાજના પરિવારોને ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી દ્વારા માહિતી ભેગી કરી ડિજિટલ ટેલીફોન ડાયરી બનાવવાનો વિચાર સાથે શુભ શરૂઆત કરી હતી નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચીખલી ખાતે આવેલ. શ્રી. દા.એ. ઈટાલીયા. સાર્વજનિક હાઇસ્કૂલના શિક્ષક જીતેન્દ્ર કુમાર અમૃતભાઈ પરમાર દ્વારા સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ની રોહિત સમાજના પરિવારોની ડિજિટલ ટેલીફોન ડાયરી ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવી હતી આજરોજ તારીખ.01.05.2020 ને શુક્રવાર ગુજરાત સ્થાપના દિને માનનીય શ્રી આત્મારામભાઈ એમ પરમાર પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકારના હસ્તે વીડિયો કોન્ફરન્સથી પોતાના નિવાસસ્થાનેથી બપોરે.12.39 કલાકે માંગરોળ તાલુકા તેમજ બરોડા થી સેલવાસ સુધીના સમાજના મંડળોની ડિજિટલ ટેલીફોન ડાયરી સમાજને અર્પણ કરવામાં આવી હતી જેમાં સમાજના આગેવાનો  ઉપસ્થિત રહી જોડાયા હતા. અને ડાયરી તૈયાર કરનાર શિક્ષક જીતેન્દ્ર પરમાર ને. અને તેમની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. ખૂબ જ સરળ લિંક દ્વારા માંગરોળ તાલુકામાં રહેતા અને તાલુકા બહાર રહેતા પરિવારો ની માહિતી મેળવવા સમાજના વોટ્સઅપ ગ્રૂપ તેમજ વ્યક્તિગત લિંક મોકલી માહિતી ભેગી કરવા પ્રયત્ન કરવામાં આવ્યો મારા વિચારને સમાજે સ્વીકારી ખૂબ જ ટૂંકા સમયમાં માહિતી આપેલ ફોર્મ દ્વારા મોકલી આપવામાં આવી હતી આ ટેલીફોન ડાયરી માં માંગરોળ તાલુકાના રોહિત સમાજના પરિવારોના નામ સરનામા ટેલીફોન નંબર સાથે ઇમેલ એડ્રેસ નો સમાવેશ કરવામાં આવ્યો હતો સાથે સાથે દક્ષિણ ગુજરાતના રોહિત સમાજના સંગઠન ના નામ સરનામાં. પ્રમુખશ્રી. તેમજ મંત્રી ઓના મોબાઇલ નંબર સાથે વોટ્સઅપ નંબરો આપવામાં આવ્યા છે ડિજિટલ ટેલીફોન ડાયરી પી ડી એફ બનાવવામાં આવી છે જેમાં લખેલ ટેલિફોન નંબરો ને ક્લિક કરતા સીધા કોલ ફોન કરી શકાય એવી સુવિધા ઉપલબ્ધ કરી છે પ્રથમવાર જ ફાઈલ ડાઉનલોડ કરવા ઇન્ટરનેટ ની જરૂર પડશે..

ડિજિટલ ટેલીફોન ડાયરી તૈયાર કરનાર જીતેન્દ્ર પરમારએ ડાયરી  તૈયાર કરવામા સહ્યયોગ આપનાર તમામનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *