સોનગઢ અગ્રવાલ સમાજ દ્વારા શ્રી મહારાજા અગ્રસેન જીની 5148મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : અગ્ર બંધુઓ દ્વારા સોનગઢ અગ્રસેન ભવન ખાતે ધ્વાજ વંદન અને મહારાજા અગ્રસેનની આરતી કરી જન્મજયંતિ ઉજવણીની શરૂઆત કરવામા આવી હતી. એ પછી શંભુભાઈ મખનલાલ અગ્રવાલ ( પીકે ટાવર ) ને ત્યાંથી મહારાજા અગ્રસેનની શોભા યાત્રા નીકળી હતી. એ નગર ના વિવિધ વિસ્તારો જેમ કે શિવાજી મહારાજ ચૌક થઈ બસ સ્ટેન્ડ થી ગાંધી ચૌક થઈ ને મહારાજા અગ્રસેન ભવન ખાતે પુર્ણ થઈ હતી. આ શોભાયાત્રા નું સ્વાગત શિવાજી સ્મારક સમિતિ, ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગર, નગરપાલિકા દ્વારા અને મેન બજારના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. યાત્રા ભવન ખાતે પહોંચી ત્યાં અગ્રવાલ સમાજના અધ્યશશ્રી કૈલાશભાઈ અગ્રવાલ, ઉપપ્રમુખ સુરેશભાઈ અગ્રવાલ, મંત્રીશ્રી મુકેશભાઈ અગ્રવાલ ખજાનચી શંભુભાઈ અગ્રવાલ, યુવા પ્રમુખશ્રી શુભમ, મહિલા પ્રમુખશ્રી શ્રીમતી શીતલબેન અગ્રવાલ અને કમિટીના સભ્યો દ્વારા છેલ્લા 6 દિવસ થી મહિલાઓ, બાળકો, યુવાઓ, યુવતીઓ માટે ચાલી રહેલી રમતગમત સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ભણતર ક્ષેત્રમાં પણ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
અગ્રવાલ સમાજના પ્રમુખશ્રી કૈલાશભાઈ અગ્રવાલ દ્વારા છેલ્લા એક વર્ષમાં અગ્રવાલ સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલ સેવાના કામોની જાણકારી આપવામાં આવી હતી. આમ અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રસેન જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.