તાપી જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધામાં બુહારી શાળાના વિધાર્થીઓ ઝળક્યા
16 ખેલાડીઓ ગુજરાત રાજ્યકક્ષાએ તાપી જિલ્લા કક્ષાની ટીમ વતી રમવા જશે.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કક્ષાએ વોલીબોલ સ્પર્ધા, U-14, U -17, U -19 ભાઈઓ/બહેનોની સ્પર્ધા શ્રી જ. ભ. સાર્વજનિક હાઈસ્કૂલ વ્યારા ખાતે યોજવામાં આવી હતી. જે સ્પર્ધામાં શ્રી બી. ટી. & કે.એલ. ઝવેરી સાર્વ. હાઈ. બુહારી શાળાના વિદ્યાર્થીઓએ ,U -17 અને U-19 એજ ગૃપમાં જિલ્લા કક્ષાએ કુલ 25 ખેલાડીઓએ ભાગ લીધો. જેમા.
U -19 બહેનો ચૅમ્પિયન ટીમ.
1. પટેલ રીયા મનોજભાઈ 11 B
2. ચૌધરી એલ્વિના મુકેશભાઈ 11 B
3. શર્મા સંજના ગંગારામભાઈ 12 B
4. ગામીત સ્નેહા સરમુખભાઈ 12 B
5. ગામીત સ્નેહા સુનિલભાઈ 12 B
6. પટેલ સુહાની સુનિલભાઈ 12 B
U -17 બહેનો બીજો નંબર.
1. પ્રજાપતિ સુમન દિનેશભાઈ 9 C
2. પટેલ આસ્થા ચેતનભાઇ 9 A
3. અવસર મોલ પૂજા પ્રદીપભાઈ 9 A
4. હળપતિ ધ્રુવી અજયભાઈ 10 C
5. પટેલ ધર્મિષ્ઠા રાજેશભાઈ 9C
6. ચૌધરી નેન્સી રોહિતભાઈ 9A
7. ગામીત સુસ્તીના શૈલેષભાઈ 9B
U -17 સિલેક્શન ભાઈઓ
1. ચૌધરી જશ બાબુભાઈ 12A
2. ચૌધરી મિત પંકજભાઈ 12B
3. પરમાર અર્પિત દિનેશભાઈ 12A
U-19 સિલેક્શન ભાઈઓ
1. આહિર ધ્રુવ હેમંતભાઈ 12B
2. ચૌધરી પાર્થ નીતિનભાઈ 11B
3. પટેલ પ્રીત યજ્ઞેશભાઈ 12 A
કુલ 25 ખેલાડીઓએ ભાગ લીધો હતો.જેમા 16ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી તાપી જિલ્લા કક્ષાએ શ્રી બી.ટી એન્ડ કે. એલ. ઝવેરી સાર્વજનિક હાઈસ્કૂલ બુહારીનું નામ રોશન કરી શાળાનું ગૌરવ વધાર્યું તે બદલ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શાળાના વ્યાયામ શિક્ષકશ્રી રતિલાલ એસ ગામીત તથા દર્શનાબેન બી.પટેલ ને બુહારી વિભાગ કેળવણી મંડળ તથા શાળાના આચાર્યશ્રી વિજયભાઈ ડી. પટેલ તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન આપી સન્માનિત કરવામાં આવ્યા. તથા હવે પછી ગુજરાત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ બુહારી શાળાનું નામ રોશન કરે અને ભવિષ્યમાં ખૂબ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવવામા આવી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.