જમાઈ દ્વારા વિધવા સાસુનાં પેન્શનની માંગણી કરી હેરાનગતિ કરતા સાસુએ માંગી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ વ્યારા તાલુકાના એક ગામમાંથી એક માજીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે તેમનો જમાઈ તેમની સાથે ઝઘડો કરી રહ્યો છે જેથી મદદની જરૂર છે.
કોલ આવતા તાપી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ તાત્કાલિક મદદ માટે નીકળી જણાવેલ સરનામે પહોંચી માજી ને મળી તેમની સમસ્યા જાણી તો તેમણે જણાવેલ કે તેમના પતિ સરકારી પટાવાળા ની નોકરી કરતા હતા તેમની ત્રણ દીકરી અને બે સાવકા દીકરા છે. માજી હાલ એકલા પોતાની નાની ઝોપડી બનાવીને રહે છે. બે દીકરી સાસરે ગઈ છે અને નાની દીકરી ઘરની બાજુમાં જ સાસરે ગઈ છે. એમના જમાઈ ને દારૂનું વ્યસન છે વ્યસન કરી દરરોજ માજી ની પાસે પૈસાની માંગણી કરે છે તેમના પેન્શનમાંથી નાની દીકરીના ભાગના પૈસા તેમને જોઈએ છે અને તે પૈસાની માંગણી કરી માજી ને હેરાન ગતિ કરે છે અને ઘરે ઝઘડો કરવા માટે આવે છે. મારામારી કરવા માટે આવે છે જેથી તેમને સમજાવવા માટે માજીએ મદદ માગી સ્થળ પર સામા પક્ષને બોલાવી તેમનો અસરકારક કાઉન્સિલિંગ કરી સમજાવેલ માજી સિનિયર સિટીઝન છે. અને તેમને પોતાનું પેન્શન મળે છે જેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે તેમજ ઘરખર્ચ અને માંદગીમાં પૈસાવાપરે છે. જેથી માજી પાસે પેન્શનના પૈસાની માંગણી ન કરવી. લડાઈ ઝઘડો ના કરવો તેમજ હાથ ચાલાકી ના કરવી. જે વિશે સમજ આપી સમજાવેલ. માજી ને પોલીસ કાર્યવાહી વિશે તેમજ કાયદાકીય સમજ આપી માજીના જમાઈ હવે પછી તેમની પાસે પૈસાની માંગણી નહીં કરે અને નશો કરી તેમની સાથે ઝઘડો કરવા નહીં જાય જેની લેખિત બાહેધરી આપેલ. જેથી માજીએ સ્થળ પર સમાધાન કરેલ છે અને ફરી જરૂર જણાય તો 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી મદદ મેળવવા માટે જણાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.