સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલમાં યોજાયો
નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન (યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર) દ્રારા માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, વ્યારા ખાતે આજ રોજ ગાંધી જયંતિ નિમિતે તથા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “સ્વચ્છતા હી સેવા”નો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના કર્મચારીઓ આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ તથા શાળા સ્ટાફ વિગેરે જોડાયા હતા. આ સ્વચ્છતા અભિયાનમાં શાળાનું ગાર્ડન, રમત–ગમત મેદાન, છાત્રાલય તથા શાળા પરિસરમાં વિદ્યાર્થીઓએ સાફ – સફાઈ કરી શાળા પરિસરને સ્વચ્છ બનાવ્યું હતુ. આ કાર્યક્રમમાં જોડાયેલ વિદ્યાર્થીઓને માય ભારત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન નહેરૂ યુવા કેન્દ્ર, સુરતના જિલ્લા યુવા અધિકારીશ્રી, સચીન શર્માના માર્ગદર્શન હેઠળ NYV- રાજપુત વરૂણ અજયસિંહએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.