ધારાસભ્યની ટર્મ પુરી થાય તે પહેલા જ સ્ટેન્ડની લાદી સહીત કોંક્રિટ ઉખડી જતા સૌનો સાથ સૌનો વિકાસમાં ભ્રષ્ટ્રચારની ગંધ.
ધારાસભ્ય ફંડની ગ્રાન્ટમાંથી બનાવેલ પીકઅપ સ્ટેન્ડ તેમનો કાર્યકાળ પૂર્ણ ન થવા છતા જર્જરિત બની જતા વિકાસમાં ભ્રષ્ટાચાર બહાર
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી જનતાને એસટી સેવાનો લાભ મળે અને તાપ વરસાદથી બચાવ થાય તે હેતુથી ડાંગ જિલ્લા આયોજન વિભાગ દ્વારા ધારાસભ્યની ભંડોળથી ઠેરઠેર લાખ્ખો રૂપિયાનાં ખર્ચે પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. પરંતુ અંદાજે 3 લાખના માતબર ખર્ચે નિર્માણ થયેલ પીકઅપ સ્ટેન્ડમાં ઇજારદારે સરકારી ધારાધોરણનો છેદ ઉડાડી તકલાદી પીકઅપ સ્ટેન્ડ નિર્માણ કરતા ધારાસભ્યની ટર્મ પુરી થાય તે પહેલા જ સ્ટેન્ડની લાદી સહીત કોંક્રિટ ઉખડી જતા સૌનો સાથ સૌનો વિકાસમાં ભ્રષ્ટ્રચારની ગંધ ઉઠવા પામી છે.ડાંગ જિલ્લામાં 3-3 લાખના ખર્ચે ઠેરઠેર બનેલ પીકઅપ સ્ટેન્ડમાં ઈજરદાર દ્વારા ધારાધોરણ વિનાનું મટીરીયલ્સ અને તકલાડી બાંધકામ કરી સરકારી નાણાનો ધુમાડો કર્યો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.ત્યારે સમગ્ર બાબતે એક જાગૃત નાગરિક દ્વારા તકેદારી આયોગમાં લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.ત્યારે આમ નાગરિકની પરસેવાની કમાણીના ટેક્સ પેટે વસુલતા નાણાનો આદિવાસી જનતાને સુવિધાઓ ઉભી કરવા તકલાદી પીકઅપ બનાવનાર ઈજારદાર અને સંબધિત અધિકારીઓ સામે શિક્ષત્મક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.