સાપુતારા પોલીસની ટીમે બાઈક ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી : મોટર સાયકલ રિકવર

Contact News Publisher

.(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ દ્વારા સાપુતારા પોલીસ મથકનાં અનડીટેકટ ગુનાઓને શોધી કાઢવાની સૂચનાઓ આપી હતી.જે અંતર્ગત સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ તથા પી.એસ.આઈ.ડી.પી.ચુડાસમાની ટીમે સાપુતારા પોલીસ મથકનો મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલીને આરોપીને ઝડપી પાડી મોટરસાયકલ રિકવર કરી હતી.સાપુતારા પોલીસે મથકે ગત તા.11/09/2024નાં રોજ મોટરસાયકલ ચોરી અંગેનો ગુન્હો નોંધાયો હતો.જે બાદ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ તથા પી.એસ.આઈ. ડી.પી.ચુડાસમા દ્વારા મોટરસાયકલ ચોરી મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.અને પોલીસે પોતાનાં ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે સાપુતારા પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસનાં આધારે પોલીસે ચોરી કરનાર સંજયભાઈ કાશીનાથભાઈ સોનવણે ( રહે.નરકોલ પોસ્ટ.કરંજાડ તા.બાગલાન(સટાણા) જી.નાશીક મહારાષ્ટ્ર) ને ઝડપી પાડ્યો હતો.તેમજ મોટરસાયકલ રિક્વર કરવામાં આવી હતી.હાલમાં સાપુતારા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *