મુંગેરી લાલ કે હસીન સપનેં જેવા ફેસ્ટિવલ્સ પાછળ તાયફા કરવાથી સાપુતારાનું ભલું નહીં થાય, જંગલો નો વિનાશ અને સિમેન્ટના જંગલો !!
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :: સાપુતારાના વિકાસ માટે રોજગાર મળવાની આશાએ નવાગામના લોકો વિસ્થાપિત થયા, પરંતુ સાપુતારાને શાસકોએ સિમેન્ટ કોંક્રીટનું જંગલ બનાવી દીધુ..
પેટા: વૃક્ષોનાં વિનાશમાં સાપુતારાની ચમક ઝાંખી પડી ગઈ, ઉપરાંત ગુજરાતના ટુરિસ્ટ મહારાષ્ટ્ર તરફ વિકસી રહેલા સ્થળો તરફ વળી ગયા
પેટા: ફક્ત મુંગેરી લાલ કે હસીન સપનેં જેવા ફેસ્ટિવલ્સ પાછળ તાયફા કરવાથી સાપુતારાનું ભલું નહીં થાય, બોટિંગ, રોપ-વે સહિતની મનોરંજન એક્ટિવિટી પણ શરૂ થવી જોઈએ, તો જ પ્રવાસીઓ સાપુતારામાં આવશે
સાપુતારા એ સુરતીઓ સહિત આસપાસના જિલ્લાના પ્રવાસીઓ માટે ફેવરિટ ડેસ્ટિનેશન છે. પણ આ વ્યાખ્યા હવે બદલાઈ રહી છે. વિકાસના નામે સાપુતારા સાથે કરાતી કનડગતથી સાપુતારા ધીરે ધીરે ભુલાઈ રહ્યું છે. સ્ટ્રીટલાઈટ, રસ્તા, ગટરો, સ્વછતા અને ડેવલોપમેન્ટ અધિકારીના અભાવે આજે સાપુતારાની હાલત ધણીધોરી વિનાની છે.પરંતુ કોઈ અવાજ સરકારના કાને પહોંચતો નથી. જેનો ફાયદો મહારાષ્ટ્રનું પ્રવાસન ધામ લઈ જશે એમાં કોઈ બેમત નથી.ડાંગનાં ખૂબસૂરત જંગલોને કારણે વર્ષો પહેલાં સાપુતારાનો વિકાસ કરવાનો ખ્યાલ આવ્યો હતો. અને એ માટે આજે જે લોકો નવાગામમાં વસ્યા છે એમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. રોજગાર મળશે તો બે પાંદડે થઈશું એવી આશાએ વડવાઓની જમીન છોડી. પરંતુ નવાગામના લોકો આજે એવી સ્થિતિમાં મુકાઈ ગયા છે કે રોજગાર પણ નથી મળતો. અહીંના લોકો કિસ્મતના ભરોસો દિવસો કાપી રહ્યા છે. સદીના મહાનાયકે જે સાપુતારાને ગુજરાત કી આંખો કા તારા કહ્યું છે એ હવે ગુજરાતની આંખોનો ખરતો તારો છે. નજીકમાં મહારાષ્ટ્રમાં પ્રવાસન ધામનો જોરદાર વિકાસ થવા માંડ્યો છે. જે લોકો લહેરીલાલા છે એને તો મહારાષ્ટ્રમાં મોજ પડી જાય.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.