સોનગઢ બસ ડેપોમાં મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ
(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : તા.30.09.2024 સોમવાર ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગના સોનગઢ ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાઇવર સાથે કંડકટર કર્મચારીઓની બસમાં નૌકરી કરવા માટે તેઓની કામગીરી મહદઅંશે તણાવભરી રહે છે, જેથી તેઓને સ્વાસ્થ્યલક્ષી બીમારીથી બચાવવા અને તેઓની તંદુરસ્તી જળવાય રહે તે માટે તેમજ ગોજારા અસ્માત નિવારી શકાય તે હેતુથી વિભાગીય નિયામક શ્રી પી.વી. ગુર્જર સાહેબ ના માર્ગદર્શન હેઠળ સોનગઢ ડેપો મેનેજરશ્રીએ કિરણ હોસ્પિટલ સુરતના ચીફ અધિકારી સાથે વાતચીત કરી સોનગઢ ડેપો ખાતે એક સુંદર મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં કર્મચારીઓના સુગર પ્રેશર અને આંખની તપાસ સાથે સાથે ઇ.સી.જી.ની પણ તપાસ કરવામાં આવી હતી. જેથી સોનગઢ ડેપોના કર્મચારીઓએ આનંદની લાગણી અનુભવી હતી. ત્યાર બાદ અંતે ડેપો મેનેજરશ્રીએ કિરણ હોસ્પિટલથી પધારેલ તમામ ડોક્ટર અને કર્મચારી ભાઈ સાથે બહેનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.