વલસાડની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોએ વિવિધ બાહ્ય પરીક્ષાઓમાં ઝળહળતો દેખાવ કર્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ સંચાલિત છેવાડાનાં કાંઠા વિસ્તારની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળા બાળકોની શૈક્ષણિક સિધ્ધિઓ માટે સતત કાર્યરત રહી છે. સત્ર દરમિયાન શાળાનાં ધોરણ 8 નાં કુલ 15 વિદ્યાર્થીઓએ NMMSની પરીક્ષા આપી હતી, જેમાં 3 વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવી પાસ થયા હતાં. ઉપરાંત જ્ઞાન સાધના પરીક્ષામાં 1 વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ મેરીટમાં આવેલ છે. આ જ પ્રમાણે ધોરણ 5 ની શિષ્યવૃત્તિની પરીક્ષામાં કુલ 19 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે, જે પૈકી 5 વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ મેરીટમાં સ્થાન મેળવેલ છે.
શાળાનાં કર્મનિષ્ઠ શિક્ષકગણનાં સંગીતાબેન, પન્નાબેન, પ્રજ્ઞેશભાઈ, નિરાલીબેન તથા હેમંતભાઈનાં વખતોવખતનાં માર્ગદર્શન થકી શાળાનાં વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ છે જે ખૂબ જ આનંદની વાત છે. આ તકે શાળાનાં આચાર્ય અલ્કેશભાઈ દ્વારા તમામ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. સાથે જ સૌને ભવિષ્યમાં પણ વિશેષ સિદ્ધિઓ હાંસલ કરવા માટે શુભકામના પાઠવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.