સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના વિવિધ ગામોમાં ‘સખી ટોક શો’ યોજાયો
સખી મંડળની બહેનો દ્વારા વિવિધ વિષયો ઉપર સંવાદ યોજાયો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા, ૨૮ સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યો છે. સ્વચ્છતા અંગે લોકો સભાન થાય, પોતાના ગામ સહિત આજુબાજુના તમામ વિસ્તારોની સ્વચ્છ રાખે તે માટે વિવિધ થીમો ઉપર સ્વચ્છતા અભિયાન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ‘સખી ટોક શો’ યોજાયો હતો,જેમાં “સખીને સાથ સ્વચ્છતાની વાત”ની થીમ ઉપર સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સખી સંવાદમાં કમ્પોસ્ટ ખાતરનું મહત્વ અને બનાવવાની રીત, સ્વચ્છતા જાળવવામાં મહિલાઓની ભૂમિકા, પશુ રહેઠાણમાં સ્વચ્છતાનું મહત્વ આ તમામ વિષયો ઉપર સખીમંડળની બહેનો દ્વારા ગામની અન્ય બહેનોને સ્વચ્છતા જાળવવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.