“ગંગા સમગ્ર” તાપી પ્રાંત અને સામાજિક વનીકરણ વિભાગ સોનગઢ દ્વારા સોનગઢ ખાતે સફાઈ, વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  “ગંગા સમગ્ર” તાપી પ્રાંત અને સામાજિક વનીકરણ વિભાગ સોનગઢ દ્વારા તા.27/09/2024 શુક્રવાર ના રોજ નવા બસ સ્ટેન્ડ સોનગઢ ખાતે ‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાન અંતર્ગત ‘સ્વભાવ સ્વચ્છતા..સંસ્કાર સ્વચ્છતા’ થકી સફાઈ કાર્યક્રમ અને ‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.

સોનગઢ નવા બસ સ્ટેન્ડ ખાતેનાં સફાઈ, વૃક્ષારોપણ અને રોપા વિતરણના કાર્યક્રમમાં સોનગઢ ડેપો મેનેજરશ્રી બલરામભાઈ પટેલ, સોનગઢ ડેપો એસ.ટી. કર્મચારીગણ, સામાજિક વનીકરણ વિભાગના પ્રતિનિધિઓ સાથે “ગંગા સમગ્ર” ગુજરાત પ્રાંતના મંત્રી શ્રી કિશોરભાઈ ચૌધરી,ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્યશ્રી સંજયભાઈ શાહ, તાપી પ્રાંતના મહામંત્રીશ્રી અમિતભાઈ કુલકર્ણી, પ્રાકૃતિક ખેતી આયામના અધ્યક્ષ શ્રી નટવરભાઈ ગામીત, જળ સંચય આયામના ઉપાધ્યક્ષશ્રી સાગરભાઈ વ્યાસ, સંપર્ક આયામ અધ્યક્ષશ્રી મુકેશભાઈ ચોપડે, મહામંત્રીશ્રી રાઘવેન્દ્ર શિંદે, આરતી આયામ અધ્યક્ષશ્રી લક્ષ્મણભાઈ વાળંદ, વૃક્ષારોપણ આયામના ઉપાધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ પાટીલ, ગુજરાત રાજ્ય પ્રકૃતિમિત્રના એવોર્ડ વિજેતાશ્રી વિજેશભાઈ ગામીત અને સામાજિક કાર્યકર શ્રી યોગેશભાઈ મરાઠા વગેરેએ ઉત્સાહ પૂર્વક સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વૃક્ષારોપણમાં બિલી, બોરસલ્લી, કદમ, જાંબુડા તથા બદામના 11 વૃક્ષો રોપવામાં આવ્યા તથા 10 જેટલાં રોપાઓનું વિતરણ પણ કરાયું હતું.

સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન કાર્યક્રમમાં કર્મચારીગણ તેમજ મુસાફરો ને સ્વચ્છતા અંગે જાગૃકતા કેળવવા અને પોતાના સ્વભાવને પણ સ્વચ્છતાનો આગ્રહી રાખી સ્વચ્છતા રૂપી સંસ્કાર અંગીકાર કરવા, કચરા નો યોગ્ય નિકાલ કરવા સાથે પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણની મહત્વતા સમજાવાઈ હતી.અને જાહેર જીવનમાં બને તેટલો પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા માટે માહિતી આપવામાં આવી હતી.સદર કાર્યક્રમ માટે યથાયોગ્ય સહકાર અને વ્યવસ્થા ઉભી કરી આપવા માટે સોનગઢ ડેપો મેનેજર શ્રી તથા કર્મચારી ગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાનાwhatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *