ઘાસીયામેઢા ખાતે આદિજાતી રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને “સ્વચ્છતા હી સેવા” અને “એક પેડ મા કે નામ” કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

નાગરીકોને પોતાના ગામ સહિત દેશને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા અનુરોધ કરાતા આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૬ આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઘાસીયામેઢા ખાતે “સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે “સ્વચ્છતા હી સેવા” તથા “એક પેડ મા કે નામ” કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી હળપતિએ સૌ નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતુ કે આપણી પ્રથમ જવાબદારી સ્વચ્છતા છે. આપણુ ઘર,ગામ,ફળિયુ ચોખ્ખું હશે તો આપણો જિલ્લો, રાજ્ય અને દેશ ચોખ્ખો બનશે. આપણા દેશના વડાપ્રધાનશ્રીનું એક સ્વપ્ન છે કે આપણો દેશ વિકસિત બને અને અન્ય વિકસિત દેશોની હરોળમાં આગળ આવી ઉભો થાય અને એ દિશામાં આપણે આગળ વધવાનું હોય તો આપણે બધાએ સફાઇ અભિયાનમાં જોડાઇ આપણી આસપાસની તમામ જગ્યાઓની સ્વચ્છતા જાળવવી જોઇએ.

વધુમાં રજ્યમંત્રીશ્રીએ “એક પેડ મા કે નામ” અંતર્ગત આપણા જિવનમાં માતા અને વૃક્ષનું મહત્વ કેટલુ છે એ સમજાવી પોતાની જનની ના નામે વૃક્ષ વાવી ગામને હરિયાળુ બનાવવા અનુરોધ કર્યો હતો.

સ્વચ્છતા હી સેવા” અને ” એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ અને અન્ય અધિકારી પદાધિકારીઓ સહિત ગ્રામજનો સફાઇ આભિયાનમાં જોડાયા હતા અને ત્યાર બાદ વૃક્ષારોપણ કરી તાપી જીલ્લા સહિત ભારત દેશને સ્વચ્છ અને હરિયાળુ બનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિ પટેલ, સોનગઢ મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી,તાલુકા પ્રમુખશ્રી સહિત અન્ય પદાધિકારીઓ,ગામના સરપંચશ્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

00000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *