વ્યારા ખાતે ૨૭મી સપ્ટેમ્બરે રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાશે

Contact News Publisher

ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
…..
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫ સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા. ૨૭મી સપ્ટેમ્બરે ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪ યોજાનાર છે. તાપી જિલ્લામાં જિલ્લા સેવાસદનના,વ્યારા ઓડિટિરિયમ હોલ- બ્લોક નં ૧૩ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને સવારે ૯.૩૦ કલાકે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે.

તાપી જિલ્લા ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.

ઇંચા કલેકટરશ્રી વી.એન.શાહે અધિકારીઓને સુચારૂ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, મુખ્ય સ્ટેજ પરથી જુદી જુદી યોજનાના લાભાર્થીઓને પસંદ કરવામાં આવે. તથા વિકલાંગ લાભાર્થી માટે અલાયદી વ્યવસ્થા કરવાની રહેશે. સ્ટોલ, કોન્વે, લાભાર્થીઓ માટે આવવા જવાની વ્યવસ્થા,પીવાના પાણી,નાસ્તો,પ્રવેશ, પાર્કિંગ વ્યવસ્થા,મંડપ વિગેરેના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરી હતી. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી નિયમાનુસાર લાભો આપવા સુચનો કર્યા હતા.
વધુમાં કલેકટરશ્રીએ ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોઈ સબંધિત અધિકારીઓને કામગીરીના હુકમો કરી જવાબદારી સોંપવામાં આવી છે તે મુજબની કામગીરી કરવાની જણાવ્યું હતું. લાભાર્થીઓ માટે લાયઝન ઓફિસરની પણ નિમણૂંક કરવામાં આવે.મેળા દરમિયાન લાભાર્થીઓ માટે પાણી-નાસ્તા સેનીટેશન,આરોગ્ય વિગેરેની વ્યવસ્થા કરવા સૂચનો કર્યા હતા.

તમામ લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓએ લાભાર્થીઓને આપવાના થતા લાભની કામગીરી ઝડપથી પૂર્ણ કરે અને ગરીબ કલ્યાણ મેળા દરમિયાન જ લાભાર્થીઓને તેનો લાભ અપાઈ જાય તે મુજબની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આદિજાતિ વિભાગ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, ગ્રામવિકાસ, મહિલા અને બાળ કલ્યાણ,ફિશરીઝ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,સમાજ કલ્યાણ,સમાજ સુરક્ષા,શિક્ષણ વિગેરે જુદા જુદા સ્ટોલ બનાવવામાં આવશે.

બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડ, પ્રાયોજના વહીવટદારશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંદિપ ગાયકવાડ સહિત તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *