ભાઈની હેરાનગતિથી ત્રસ્ત મહિલાએ 181 ટીમની મદદ લીધી

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના એક વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે પીડિત બહેને ફોન કરી જણાવ્યું કે મારો ભાઈ વ્યસન કરી અવાર નવાર ઝઘડો કરી હેરાન કરે છે. જેથી મદદ માટે બોલાવેલ. 181 ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પીડિત બહેન સાથે વાતચીત કરતા જણાવેલ કે પિડિત બહેનને અને તેમના માતા પિતાને દરરોજ વ્યસન કરી હેરાનગતિ કરે છે તેમની પત્ની તથા છોકરાઓનું ધ્યાન આપતો નથી. પિડીત બહેનને તેમનો ભાઈ મારપીટ કરે છે. કામધંધો કરતો નથી અને ઘરમાં પૈસા આપતો નથી. કોઈક દિવસે મજુરી કામ કરવા જાય છે. જે પૈસાથી વ્યસન કરી જાય છે. અને ઘરે આવી હેરાનગતિ કરી મારપીટ કરી ઘરમાં વસ્તુઓની તડફોડ કરી નાખે છે. જેથી તેમનો ભાઈ અવારનવાર ઝઘડો કરી મારપીટ કરવા હાથ ઉપાડતા. પીડિત બહેનના માતા-પિતાને અપશબ્દો બોલી હેરાન કરતો જેથી પિડીત બહેને 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો હતો. અભયમ ટીમ નિઝર સ્થળ પર પહોંચી ભાઈની સમજાવટ હાથ ધરી હતી. આ રીતે બહેન સાથે દુર્વ્યવહાર કરવો અપરાધ હોય જેની સજા થઈ શકે છે. મોટાભાઈ હોય જેથી પરિવારની કાળજી લેવાની ફરજ છે તે સહિતનું કાઉન્સિલિંગ કરતા ભાઈને ભૂલોનો અહેસાસ કરાવતા તેને માફી માંગીને ફરીથી હેરાન નહીં કરવાની બાંહેધરી આપી હતી.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *