તાપી જિલ્લાના માર્ગોને સુગમ બનાવવા રોજબરોજ થઈ રહેલી સરાહનીય કામગીરી
ઉચ્છલ તાલુકાના નિઝર જતા રોડના ખાડાઓ પૂરી રસ્તાઓને મોટરેબલ બનાવાયા
૦૦૦૦૦૦૦૦૦૦૦
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમગ્ર જિલ્લામાં તેમજ તાલુકા કક્ષાની પાલિકા દ્વારા પેચવર્કનું કામ ચલાવવામાં આવી રહ્યું છે. વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગોની મરમ્મત કામગીરી કરવામાં આવી રહી છે. માર્ગો પર પડેલા ખાડાને કારણે પ્રજાને હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્ર દ્વારા પેચવર્ક, ડામર પાથરવાનું કામ, રોડ લેવલીંગ જેવા કામ હાથ ધરવામાં આવ્યા છે.
આપણા જિલ્લામાં વરસાદ હજુ પણ છુટોછવાયો વરસતા રોડના સમારકામમાં વિઘ્ન પડતું હોય છે. આજરોજ ઉચ્છલ તાલુકાના નિઝર રોડ પર ગઈકાલે અસફાલ્ટ પાથરી પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. આ મટીરીયલથી લગભગ રોડ પર પડેલા તમામ ખાડાઓ પૂરી વાહન વ્યવહાર યોગ્ય રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. જયારે આવનારા સમયમાં વરસાદની સીઝન પૂર્ણ થતા કામગીરીને સધન બનાવામાં આવશે.
***************
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.