સોનગઢના લિમ્બી ગામમાં ખેડૂત સંગઢનની બેઠક સ્વચ્છતા હી સેવાનો રંગ રંગાયો
232 ખેડૂતો અને હોદ્દેદારોએ ગામને સ્વચ્છ રાખવા પ્રતિજ્ઞા લીધી.
.. ..
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૪ આજરોજ “સ્વરછતા હી સેવા” અભિયાન અનુસંધાનમાં લિમ્બી ગામમાં સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના સહયોગથી ચાલતી જીવાદોરી ફાર્મર પ્રોડ્યુસર કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભા આયોજીત કરવામાં આવી હતી. આ બેઠકમાં સભાસદો સાથે FPOનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ સ્વચ્છતા અંગે સંવાદ કરવામાં આવેલ. દેશભરમાં ચાલી રહેલા આ અભિયાનમાં દરેક ગામ સ્વચ્છ અને સુઘડ થાય તે માટે પંચાયત વિસ્તાર તેમજ એફપીઑની ડેરી પાસે સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના સહયોગથી ચાલતી જીવાદોરી ફાર્મેર પ્રોડ્યુસર કંપનીની આ પ્રથમ વાર્ષિક સાધારણ લીંબી ગામમાં યોજાઈ હતી.
શ્રીમધુકર વર્માએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું તેમજ જીવાદોરી ફાર્મેર પ્રોડ્યુસર કંપનીના રજીસ્ટ્રેશન અને ખેડુતોને થતા ફાયદાઓની ચર્ચા કરી હતી તેમજ, લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવાએ બેંકની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. કંપનીના સીઇઓ શ્રીરસિક ગામીતે વાર્ષિક આવક-જાવકનો અહેવાલ રજૂ કર્યો અને આગામી વર્ષમાં યોજાનારી પ્રવૃત્તિઓ પર ચર્ચા કરી હતી.
કાર્યક્રમના અંતમાં ડેરી અને ગ્રામ પંચાયતમા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતાની કામગીરી કરી અને સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં કુલ 232 શેરહોલ્ડર ખેડુતભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવા, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના હેડ શ્રીમધુકર વર્મા, આરસેટીના ડિરેક્ટર શ્રી કિરણ સાતપુતે, નુઝીવેદુ સીડ્સ લિમિટેડના એરિયા મેનેજર શ્રી હર્દિક શર્મા અને સુરત જિલ્લા સહકારી સંઘના સભ્ય શ્રીવિજયભાઈ સહિત લિમ્બી ગામના સરપંચના પ્રતિનિધિશ્રી રમણભાઇ પણ હાજર રહ્યા. અંતમાં આભારવિધિ જીતેન્દ્ર પાલ દ્વારા કરવામાં આવેલ હતી.
000000000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.