DBT અંતર્ગત ચાલી રહેલ e-kycની પ્રક્રીયા અંગે કલેકટરશ્રીએ વ્યારાની તાલુકા શાળામાં માહિતી મેળવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિદ્યાર્થીઓની સ્કૉલરશીપ અંગે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે રાજ્ય વ્યાપી ચાલી રહેલા ઈ-કેવાયસીની મુહિમને લઈને સમગ્ર તાપી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પણ શિક્ષકો દ્વારા આ પ્રક્રિયા માટે પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યના તમામ વિધ્યાર્થીઓની વિગતો, આધાર કાર્ડ અને રેશન કાર્ડના આધારે લિન્ક કરી શિષ્યવૃતિ સત્યાપીત કરવામાં આવશે. વ્યારાની તાલુકા શાળામાં આજરોજ કલેકટરશ્રી વિપિન ગર્ગએ આ પ્રક્રિયાની માહિતી મેળવવા માટે મુલાકાત લીધી હતી. કલેકટરશ્રી સાથે જિલ્લા નાયબ ચુંટણી અધિકારીશ્રી, વ્યારા તાલુકા ટીપીઑશ્રી તેમજ સહાયક માહિતી નિયામક જોડાયા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.