“સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે નાનાસાતશીલા અને બીરબરાગામના નાગરિકો દ્વારા ગામના વિવિધ સ્થળોએ સામુહિક સાફ સફાઈ કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા. વ્યારા) : .તા.૨૪:”સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત સમગ્ર ગુજરાતમા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ હેઠળ “સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે તાપી જિલ્લામાં સ્થાનિકો અને ગામના આગેવાનો સાથે મળી ગામની જાહેર જગ્યાઓની સફાઇ કરી રહ્યા છે. ત્યારે આજે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રાણીઆંબા જુથ ગ્રામપંચાયતના નાનાસાતશીલા ગામ અને , બીરબરાગામના નાગરિકો દ્વાર ગામમાં આવેલ ગ્રામ પંચાયત,આંગણવાડી સહિતની વિવિધ જગ્યાઓએ સામુહિક સાફ સફાઈ કરવામાં આવી હતી.
તાપી જિલ્લામાં સૌના સહિયારા પ્રયાસો થકી જિલ્લાના વિવિધ વિસ્તારોને સ્વચ્છ રાખવાની સાથેસાથે જિલ્લાના સૌંદર્યમાં વધારો અને જાહેર આરોગ્યમાં વૃદ્ધિ થઇ રહી છે. આ ઝુંબેશ હેઠળ કચરાના યોગ્ય નિકાલ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણ જાળવવાના મહત્વ વિશે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ ગ્રામજનોમાં હકારાત્મક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.