વાલોડ તાલુકાના રામજીમંદિર હોલ બુહારી ખાતે મહિલા સંમેલન તથા પોષણ માહ કાર્યક્રમ યોજાયો
ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત નોંધાવી મહિલાઓને સકારશ્રીની વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૪ તાપી જિલ્લા આઇસીડીએસ વિભાગ અને તાલુકા પંચાયત વાલોડના સંયુંકત ઉપક્રમે તાજેતરમાં મહિલાઓને આરોગ્ય પોષણ શિક્ષણ, ઘરેલુ હિંસા કાયદો, આંગણવાડીના લાભો વિશે તેમજ સરકારશ્રીની મહિલાલાક્ષી વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન મળી રહે તે માટે તથા તાપી જિલ્લાના રામજીમંદિર હોલ બુહારી ખાતે મહિલા સંમેલન તથા પોષણ માહ કાર્યક્રમ યોજાયો હતો.
ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત નોંધાવી મહિલાઓને સરકારશ્રીની વિવિધ યોજાનાઓથી માહિતગાર કર્યા હતા. તથા ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચનાં હિમાંસુ પંડયાનાં માર્ગદર્શનમાં આઇસીડીએસ વિભાગના ૨૫૦ લાભાર્થીને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા અને બાળ વિભાગ દ્વારા વ્હાલી દીકરીનાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બાળકો દ્વારા સ્વાગત ગીત તથા તથા આંગણવાડી કાર્યકરો દ્વારા પોષણ ગરબો રજૂ કરી સૌને આવકરી લીધા હતા.અંગણવાડીની બહેનો દ્વારા વાનગી નિદર્શન, પ્રી સ્કુલ પ્રદર્શન તથા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિના અધ્યક્ષશ્રી તૃપ્તિબેન ડી. પટેલ, સઁકલિત બાળ વિકાસ અધિકારીશ્રી તન્વી પટેલ, શ્રીમતી વર્ષાબેન રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, શ્રીમતી જ્યોત્સનાબેન ગામીત હેળપતિ આવાસ સમિતિ જી. પ. તાપી., ભુપેન્દ્રભાઈ ગામીત જી. પ. તાપી, શ્રીમતી મનીષા બેન આર પટેલ કારોબારી અધ્યક્ષશ્રી તા. પ. વાલોડ, શિવાની બેન ચૌધરી તા. પ. ઉપપ્રમુખશ્રી, ચંદ્રેશભાઈ કોંકણી માજી તા. પ. પ્રમુખશ્રી વાલોડ, ઉદયભાઈ બી દેસાઈ સહકારી રાજકીય આગેવાન, દિગેન્દ્ર ભાઈ એમ ઢોડિયા માજી જી. પ. સભ્ય તાપી, ડો.તરલિકાબેન મેડિકલ ઓફીસર બુહારી વાલોડ, પ્રિયંકાબેન ચૈધરી સરકારી વકીલ વાલોડ, મનીષાબેન ન્યુટ્રીશન આસિસ્ટન્ટ, તથા સઁકલિત બાળ વિકાસ વિભાગ, મહિલા અને બાળ વિભાગ તથા આરોગ્ય શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.