નિઝર તાલુકામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જાતિના દાખલા માટે રઝળપાટ : મુશ્કેલી દૂર કરવા આવેદન પત્ર સોંપાયુઃ
(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના યુવા આગેવાનો દ્રારા રાજ્યપાલ મહામહિમશ્રીને સંબોધીને ગત રોજ નિઝર મામલતદારશ્રીને મારફતે આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી. જે નીચે મુજબની માંગો કરવામાં આવી હતી. અનુસુચિત જનજાતિનાં દાખલા માટે પડતી મુશ્કેલીઓ નિરાકરણ લાવામાં આવે. RBC મુદ્દો જે નેસુ વિસ્તાર માટે છે. જે આપણા તાલુકામાં ચારણ, રબારી, ભરવાડ વસવાટ કરતા નથી. જેથી અહીના આદિજાતિના લોકોને યોગ્ય રીતે જાતિનો દાખલા કાઢી આપવામાં આવે અને નિઝર તાલુકાના આદિવાસીઓ આર્થીક રીતે પછાત હોવાથી શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાને કારણે લોકોના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય પણ અમુક લોકો જેમ કે દાદા, પરદાદાનો શાળાનો દાખલો હોતો નથી તેમજ આ આદિવાસી વિસ્તારમાં ૫૦ ટકા આદિવાસીઓની ખેતીની જમીન ન હોવાને કારણે ૭ – ૧૨ નીકળતો નથી. તો આપ સાહેબશ્રી આ મુદ્દે થોડુ ધ્યાન આપવામાં આવે અને જેથી અમારા બાળકોનું ભવિષ્ય બગડે નહિ. અનુસુચિત જનજાતિનાં દાખલાના અભાવ નાં કારણે અમારા બાળકોના શિક્ષણમાં અવરોધ ઉભો થાય છે તો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે એવી માંગણીઓ કરવામાં આવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.