આર.એસ.એસ., ગંગા સમગ્ર તાપી પ્રાંત, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન અને NSSના વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે ઉકાઈ તાપી નદીના કિનારા પર “સ્વભાવ સ્વચ્છતા… સંસ્કાર સ્વચ્છતા” અંતર્ગત સફાઈનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ‘વિશ્વ કૃતજ્ઞતા દિવસ’ નિમિત્તે તા.21/09/2024 શનિવાર ના રોજ નદી પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા તાપી મુક્તિ ધામ ઉકાઈ તાપી નદીના કિનારા પર પૂજન આરતી અને ‘સ્વચ્છતા હી સેવા-2024’ “સ્વભાવ સ્વચ્છતા… સંસ્કાર સ્વચ્છતા” અંતર્ગત સફાઈનો કાર્યક્રમ રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ, ગંગા સમગ્ર તાપી પ્રાંત, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન (જે.કે. પેપર મિલ) અને સરકારી કોલેજ સોનગઢના NSSના વિદ્યાર્થીઓ સંયુક્ત ઉપક્રમમાં નિઝર ધારાસભ્ય શ્રી ડો.જયરામભાઇ ગામીત સાહેબ ની વર્ચ્યુઅલ હાજરીમાં ખુબજ સફળતાં પૂર્વક પાર પાડવામાં આવ્યો.
કાર્યક્રમની શરુઆત તાપી નદીના પૂજન, આરતી પૂજારી આયામ અધ્યક્ષશ્રી નાનુભાઈ ગામીત, સંપર્ક આયામના સંગઠન મંત્રીશ્રી શાંતિલાલભાઈ ગામીત, સરકારી કોલેજના પ્રિન્સીપાલ મશ્રી રાજેશભાઈ પટેલ, વૃક્ષારોપણ આયામ અધ્યક્ષશ્રી બકુલભાઈ મહેતા, પ્રદેશ મંત્રીશ્રી કિશોરભાઈ ચૌધરી, સંપર્ક આયામ અધ્યક્ષ શ્રી મુકેશભાઈ ચોપડે, મહામંત્રીશ્રી રાઘવેન્દ્ર શિંદે, જળ સંચય આયામના ઉપાધ્યક્ષશ્રી સાગરભાઈ વ્યાસ, પ્રદેશ કારોબારી સભ્યશ્રી સંજયભાઈ શાહ, ગંગા સમગ્ર તાપી જિલ્લા અધ્યક્ષશ્રી સુદામભાઈ સાટોટે, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના મધુકર વર્મા, જીતેન્દ્ર પાલ સર, અને સંતોષ સર સાથે કર્મચારી ગણ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના તાપી જિલ્લા સહકાર્યવાહ શ્રી જીતેન્દ્ર ચૌહાણજી, તાપી જિલ્લા ધર્મ જાગરણ મંચના પ્રમુખશ્રી શ્યામભાઈ ગામીત, એકલ અભિયાનના ગુજરાત પ્રાંતનાશ્રી નૈતિકભાઈ દુબેજી, શ્રી મનીષ બારે સર, સરકારી કોલેજ NSS ના 70 વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રેમીશ્રી વિજેશભાઈ ગામીત, દત્તુભાઈ, ભકતેશભાઈ વિશાલભાઈ વગેરે ખુબજ ઉત્સાહ પૂર્વક સહભાગી થયાં હતાં.
120 જેટલી સંખ્યામાં જોડાઈ સફાઈ કાર્યક્રમ બાદ તાપી મુક્તિધામ ઉકાઈ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બિલી, જાંબુ, બોરસલ્લી પીપળો અને વડ વગેરેના વૃક્ષો રોપવામાં આવ્યાં. બાદમાં વાંકળીયા પુલ ગુણસદા ખાતે પણ સફાઈ કરવામાં આવી. સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન વર્કશોપ પર અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી.અંતમાં સૌને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના તાપી જિલ્લા સહકાર્યવાહશ્રી જીતેન્દ્રભાઈ ચૌહાણ, સંજયભાઈ શાહ અને શ્રી મનીષ બારે સાહેબ દ્વારા માર્ગદર્શન સંબોધન અને ગંગા સમગ્ર તાપી જિલ્લા અધ્યક્ષશ્રી સુદામભાઈ સાટોટે એ ઋણ સ્વીકાર કરી કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. એકત્રિત કરાયેલ કચરાની કુલ મળીને 60 બેગો ડમ્પીંગ યાર્ડ સાઈડ પર નાશ કરવામાં આવ્યો હતો. ખરેખર આજનો આ સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત “સ્વભાવ સ્વચ્છતા… સંસ્કાર સ્વચ્છતા” કાર્યક્રમની સંતુષ્ટિ સૌના ચહેરાઓ પર સ્પષ્ટ જોવા મળી હતી અને ફરીવાર વહેલાં આવાં કાર્યક્રમો માટે એકત્રિત થવાનાં ઉદ્દગારો સાંભળવા મળ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.