વ્યારા, નિઝર તથા મહારાષ્ટ્રના વિસરવાડીનાં અનડીટેકટ ગુના શોધી કાઢી બે પુરૂષ તથા બે સ્ત્રી આરોપીઓને કુલ્લે રૂ. ૭૦,૯૨૦/- ના મુદ્દામાલ સાથે આંતર રાજય ગેંગને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપીના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન આ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવનસનને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી હકિક્ત મળેલ છે કે, “ તા.૧૨/૦૯/૨૦૨૪ના રોજ વ્યારા ટાઉન મેઇન શાકભાજી બજાર ઇમરાન બીરીયાની વાળાની દુકાને બનેલ ચીલઝડપમાં સંડોવાયેલ આરોપીઓના સી.સી.ટી.વી. ફુટેજ અંગત ખાનગી બાતમીદારોને બતાવેલ હોય જે સી.સી.ટી.વી. ફુટેજમાં દેખાતા મોટર સાયકલ સવાર એક પુરૂષ ઇસમ તથા એક સ્ત્રી અન્ય એક પુરૂષ તથા એક સ્ત્રી સાથે એક હોન્ડા કંપનીની SP125, લાલ સીલ્વર પટ્ટાવાળી કાળા કલરની મો.સા.નં.-MP-39-ZC-2210 સાથે વ્યારા કોલેજના બસ સ્ટેન્ડ પાસે ઉભા છે. જે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસોએ બાતમી હકિકત્તમાં જણાવેલ ચારેય પુરૂષ-સ્ત્રી ઇસમો વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ પાસે ઉભા હોય તેમને આયોજન પુર્વક કોર્ડન કરી લઇ તે તમામના પંચો રૂબરૂ નામઠામ પુછતા તેમણે પોતાના નામ અનુક્રમે (૧) બાબુ લખપતસીંહ સીસોદીયા, ઉ.વ.૨૪, રહે. કડીયાસાસી, પોસ્ટ-પીલ્યારાસોદા, થાના- બોડા, તા.પચોરા, જી.રાજગઢ (મધ્યપ્રદેશ) (૨) સચીન ભગવાનસિંહ સીસોદીયા, ઉ.વ.૩૬, રહે.કડિયાસાસી, પોસ્ટ- પીયારાસોદા, થાના- બોડા, તા.પચોરા, જી.રાજગઢ (મધ્યપ્રદેશ) (૩) જુલી તે બાદલ ભટુઆ ભાનેરીયાની પત્ની, ઉ.વ. ૩૪, રહે. કડિયાસાસી, પોસ્ટ-પીલ્યારાસોદા, થાના- બોડા, તા.પચોરા, જી.રાજગઢ (મધ્યપ્રદેશ) તથા (૪) જયોતિ તે પદમસીંહ સમુહ સિસોદિયાની પત્ની, ઉ.વ.૩૮, રહે. કડિયાસાસી, પોસ્ટ-પીલ્યારાસોદા, થાના- બોડા, તા.પચોરા, જી.રાજગઢ (મધ્યપ્રદેશ)ના હોવાનુ જણાવતા તેમની અંગઝડતી કરતા અલગ અલગ દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ. ૧૫,૪૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨, કિં. રૂ. ૫,૫૦૦/-, હોન્ડા કંપનીની SP125, લાલ સીલ્વર પટ્ટાવાળી કાળા કલરની મો.સા.નં.- MP-39-ZC-2210, કિં. રૂ. ૫૦,૦૦૦/- તથા ચારેય જણાના આધારકાર્ડ નંગ-૦૪ અને ડ્રાયવીંગ લાયસન્સ મળી કુલ્લે રૂ. ૭૦,૯૨૦/- નો મુદ્દામાલ મળી આવતા ચારેય પુરૂષ-સ્ત્રી પાસેથી મળી આવેલ રોકડ રૂપીયા બાબતે પુછપરછ કરતા ગઇ તા. ૧૨/૦૯/૨૦૨૪ના રોજ વ્યારા ટાઉન મેઇન શાકભાજી બજાર ઇમરાન બીરીયાની વાળાની દુકાનેથી કરેલ રોકડા રૂ. ૫૦,૦૦૦/-ની ચીલઝડપ ના રૂપિયા હોવાનું કબુલાત કરેલ તેમને વધુ પુછપરછ કરતા તેમણે અગાઉ પણ કુકરમુંડા તેમજ મહારાષ્ટ્ર રાજયના વિસરવાડી ખાતે પણ આજ રીતેની ચીલઝડપ કરેલ હોવાનું કબુલતા ઉપરોકત્ત તમામ આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓને અટક કરી વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

શોધાયેલ ગુનાઓ :-

(૧) વ્યારા પો.સ્ટે. ખાતે પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૪૧૭૦૫/ ૨૦૨૪, BNS કલમ ૩૦૩(૨) મુજબ

(૨) નિઝર પો.સ્ટે. ખાતે પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૭૨૩૦૬૫૨/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૩) વિસરવાડી પો.સ્ટે. ખાતે ગુ.ર.નં.- ૦૪૧૪/૨૦૨૩, IPC કલમ ૩૭૯ મુજબ

ગુનાનો એમ.ઓ :-

બેંકો તથા ભીડભાડ વાળી જગ્યાઓ પર લોકોની નજર ચુકવી ચીલ ઝડપ કરવાનો

રીકવર કરેલ મુદ્દામાલ :-

(૧) રોકડા રૂ! ૧૫,૪૨૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૦૨, કિં. રૂ! ૫,૫૦૦/-, (૩) હોન્ડા સાઇન મો.સા.નં.- MP-39-ZC- 2210, કિં. રૂ! ૫૦,૦૦૦/- (૪) ચારેય જણાના આધારકાર્ડ નંગ-૦૪ અને ડ્રાયવીંગ લાયસન્સની નકલ -૦૧, કિં. રૂ! ૦૦/- મળી કુલ્લે રૂ! ૭૦,૯૨૦/- નો મુદ્દામાલ

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ :-

(૧) M.P- બોડા પો.સ્ટે. ગુ.૨.નં-૩૧૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમ -૧૪૭, ૧૪૮, ૨૯૪, ૩૨૩, ૩૨૭, ૩૮૬, ૪૨૭ વિગેરે મુજબ

(૨) M.P- સોનકચ્છ પો.સ્ટે. ગુ.ર.નં-૩૧૩/૨૦૨૨ ઇ.પી.કો.કલમ -૩૭૯ મુજબ

(3) M.P- દેવાસ પો.સ્ટે. ગુ.૨.નં- ૬૭૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ

(૪) M.P- પચોર પો. સ્ટે. ગુ.૨.નં- ૨૧૨/૨૦૧૪ ઇ.પી.કો.કલમ -૩૨૫,૩૪ મુજબ

(૫) M.P- કુંભરાજ પો.સ્ટે. ગુ.ર.નં-૨૯૨/૨૦૨૨ NDPS Act- ૨૦,૨૯,૮ મુજબ

(૬) M.P- ખેતીયા પો.સ્ટે. ગુ.૨.નં- ૨૧૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ -૩૭૯ મુજબ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ.ગોહિલ એલ.સી.બી તાપીના સીધા માર્ગ દર્શન અને સુચના હેઠળ (૧) પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા (૨) પો.સ.ઈ.શ્રી એન.જી. પાંચાણી (૩) પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર (૪) અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ (૫) અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ (૬) અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ (૭) પો.કો. રોનક સ્ટીવન્શન (૮) પો.કો. અરૂણભાઇ જાલમસિંહ (૯) પો.કો. હસમુખભાઇ વીરજીભાઇ (૧૦) પો.કો. ધનંજય ઇશ્વરભાઇ (૧૧) વુ.પો.કો. સેજલબેન ચીથરભાઇ તમામ નોકરી એલ.સી.બી/પેરોલ ફર્લોસ્કોડ જી.તાપીએ કામગીરી કરેલ છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *