Special Stories Tapi ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું 2 months ago Dharmesh wani Contact News Publisher(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શાળા એ બાળકોનાં સર્વાંગી વિકાસનો શ્રેષ્ઠ મુકામ છે, જ્યાં બાળકો અભ્યાસની સાથોસાથ શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ થકી સ્વ વિકાસ સાધે છે. જે અંતર્ગત બાળકો પોતાનાં રોજિંદા જીવનમાં આવતાં પડકારોને હકારાત્મકતાથી કુશળતાપૂર્વક ઉકેલે તથા તેમનાંમાં આત્મવિશ્વાસ, આત્મસૂઝ અને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ ખીલે એવાં મૂળભૂત હેતુસર લાઈફ સ્કીલ મેળાનું આયોજન ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. આ તકે શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 6 થી 8 નાં બાળકોને ફ્યુઝ બાંધવો, કપડાંને ઈસ્ત્રી કરવી, પંકચર બનાવવું, કૂકર ખોલી બંધ કરવું, ગેસ સગડીનું ફિટીંગ કરવું, મહેંદી મૂકવી જેવી વિવિધ નાનીમોટી પ્રવૃતિઓનું જીવંત નિદર્શન કરી માહિતગાર કરવામાં આવ્યા હતાં. શાળાનાં આચાર્ય રમેશ પટેલ સહિત ઉપશિક્ષિકા ધર્મિષ્ઠા પટેલ તથા ભક્તિ પટેલનાં પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ બાળકોએ વિવિધ કૌશલ્યોને ઉત્સાહભેર હસ્તગત કર્યા હતાં. વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો. About The Author Dharmesh wani અખબાર વિશે ગુજરાત રક્ષા – સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા See author's posts Post Views: 49 Continue Reading Previous વ્યારા સ્થિત તળાવ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યુંNext શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં જાખાના ગામ નજીક મોટરસાયકલનાં અડફેટમાં જંગલી ભૂંડ આવી જતા સ્થળ પર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.