જિલ્લા કક્ષાનાં યુવા ઉત્સવમાં માઁ શિવદૂતી સ્કૂલનાં વિદ્યાર્થીઓ ઝળકયાં
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્રારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, તાપી દ્રારા માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં સહયોગથી જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ, બાળ પ્રતિભા શોધ તેમજ નવરાત્રી રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહુવા વાલોડનાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા પ્રમુખસ્થાને હાજર રહયા હતા. તાપી જિલ્લાનાં વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કૂકરમુંડા એવા તમામ તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાની મોટે ભાગની કૃતિમાં માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા બની જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું હતું. યુવા ઉત્સવની કૃતિઓ જેવી કે, લોકનૃત્યમાં ઘેરીયા બની આ વિસ્તારની વિસરતી જતી સંસ્કૃતિની યાદ તાજી કરી પ્રથમ નંબર મેળવ્યો હતો. શીધ્ર વકતૃત્વમાં ખુશી છોટુભાઈ ચૌધરી પ્રથમ, ત્વિષા જયેશભાઈ ચૌધરી દ્રિતિય અને પ્રીતી અમેદભાઈએ તૃતિય નંબર મેળવ્યો હતો. ડીકલેમેશનમાં ત્વિષા જયેશભાઈ ચૌધરીએ દ્વિતિય નંબર મેળવી વિજેતા બન્યા હતા. નિબંધ સ્પર્ધા અને સ્ટોરી રાઈટીંગમાં વરૂણ રાજપૂત પ્રથમ, ચૌધરી નીરવભાઈ આર પોસ્ટર મેકિંગમાં પ્રથમ, ફોટોગ્રાફીમાં રોશની યોગેશભાઈ ચૌધરીએ દ્રિતિય, શાસ્ત્રીય નૃત્ય કથ્થકમાં વસાવા મહેશ્વરી ભાંગાભાઈ પ્રથમ, શાસ્ત્રીય નૃત્ય મણીપુરીમાં માવચી હિરલ ધર્મેશભાઈ પ્રથમ, શાસ્ત્રીય નૃત્ય ઓડિસીમાં ગામીત પ્રેસિયસ આશિષભાઈ પ્રથમ, શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીમાં પટેલ જૈનિકા તરલભાઈ પ્રથમ નંબર મેળવ્યો હતો.
બાળ પ્રતિભા શોધમાં લોકવાદ્ય સંગીતમાં શાહ સિદ્ધાર્થ સુનિલભાઈએ પ્રથમ નંબર મેળવ્યો હતો. બાળ નાટય સ્પર્ધામાં ૭ થી ૧૩ વર્ષની બાળાઓએ બેટી બચાવો પર સરસ નાટક રજૂ કરી દ્રિતિય નંબર મેળવ્યો હતો. નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની બહેનોએ તૃતિય નંબર મેળવ્યો હતો. પ્રથમ નંબર મેળવનાર તમામ કૃતિઓ પ્રદેશ કક્ષાએ ભાગ લેશે. માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં ચેરમેનશ્રી અજયસિંહ રાજપૂત અને આચાર્યશ્રી પિયુષભાઈ ભારતીએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. શાળાનાં કો-ઓર્ડિનેટરશ્રી જયેશભાઈ પારેખે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.