ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૨૧: ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલની ઉપસ્થિતિમા, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમા જિલ્લાના ગોડાઉનમા ઉપલબ્ધ જથ્થાની ચર્ચા કરી લક્ષિત વિતરણ વ્યવસ્થા યોજના અન્વયે “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩” હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુંટુબોને મળવા પાત્ર જથ્થાની સમિક્ષા કરવામા આવી હતી. તેમજ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા તકેદારી સમિતિની રચના કરી નિયમિત બેઠકો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કરવામા આવતી આવશ્કય ચીજવસ્તુઓનુ વિતરણ જે સરેરાસ ૯૫ થી ૯૭ ટકા આધારિત વિતરણ કરવામા આવે છે. તેમજ જિલ્લામા થયેલ ગ્રાહક સુરક્ષાના કેસોની સમિક્ષા કરવામા આવી હતી. સાથે જ કરિયાણાની દુકાનોની આકસ્મિક તપાસણી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમા અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, પુરવઠા અધિકારી સુશ્રી આશા વસાવા સહિત વાજબી ભાવની દુકાનોના આગેવાનો તેમજ સામાજીક કાર્યકરો, અને સમિતિ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
–
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.