વિનય મંદિર ગ્રામભારતી કહેર-કલમકુઈ ખો-ખોની ટીમમાં રાજ્યકક્ષાએ પસંદગી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કક્ષાએ ખો-ખો સ્પર્ધા Under – 17 ભાઈ-બહેનોની સ્પર્ધા તારીખ 20/09/2024નાં રોજ જે.બી. એન્ડ એસ.એ. સાર્વજનિક હાઇસ્કુલ, વ્યારા ખાતે યોજવામાં આવી હતી, જેમાં વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામભારતી કહેર-કલમકુઈ શાળાનાં 7 કન્યા તથા 5 કુમારની પસંદગી જિલ્લાકક્ષામાં થઈ હતી, જેમાંથી બહેનોમાં (1)ચૌધરી શ્રધ્ધા સંદિપભાઈ-ધોરણ-9, (2)ચૌધરી જિયા જીતુભાઈ-ધોરણ-9, (3)ચૌધરી નિધિ મહેશભાઈ-ધોરણ-9 તેમજ ભાઈઓમાં (1)ચૌધરી દિપ રોહિતભાઈ-ધોરણ-9, (2)ચૌધરી શિવમ સત્યનારાયણ, (3) વસાવા કાર્તિક અરવિંદભાઈ-ધોરણ-10 આમ ત્રણ બહેનો અને ત્રણ ભાઈઓ રાજયકક્ષાની ટીમમાં પસંદગી પામી હવે રાજયકક્ષાએ તાપી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાનું નામ રોશન કરી શાળાનું ગૌરવ વધાર્યું જે બદલ વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડનાં પ્રમુખશ્રી, મંત્રીશ્રી, શાળામાં આચાર્યશ્રી, માર્ગદર્શક શિક્ષકશ્રી ચૌધરી પ્રવિણભાઈ અને ગામીત હરિશભાઈને અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.