તાપી જિલ્લાની શિવદૂતિ સાયન્સ સ્કુલ ખાતે તાપી જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ,બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તથા નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા -૨૦૨૪ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૯ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,તાપી દ્વારા તાપી જિલ્લાની શિવદૂતિ સાયન્સ સ્કુલ ખાતે તાપી જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ,બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તથા નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા -૨૦૨૪ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાએ વિશેષ ઉપસ્થિતી નોધાવી સ્પર્ધકોમાં ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રંસગે ઉપસ્થિત કલાકારોને પ્રોત્સાહન આપતા ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતુ કે વિવિધ સાસ્કૃતિક કલાકૃતિઓ વિસરાઇ ગઈ હતી તેને તાજી કરવાનું કામ આપણા દેશના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ કર્યું છે. કલામાહાકુંભ અને યુવા મહોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો થકી આપણામાં રહેલી કલાત્મક ઉર્જાને બહાર લાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.

વધુમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે આજે તાપી અને ડાંગ જેવા આદિવાસી વિસ્તારના દિકરા-દિકરીઓ રમત-ગમત અને વિવિધ સાસ્કૃતિક પ્રવૃતિમાં ભાગ લઈ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ વિજેતા બની દેશનું ગૌરવ વધારી રહ્યા છે.ત્યારે તાપી જિલ્લાના તમામ સ્પર્ધકો આજે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લઇ વિજેતા બની તાપી જિલ્લા સહિત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

સ્વાગત પ્રવચન આપતા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીતે કાર્યક્રમની રુપરેખા સહિત વિવિધ સ્પર્ધાઓ ભાગ લેનાર સ્પર્ધકો તેમના ગુરુઓ અને તમામ સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રંસંગે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ, મા શિવદૂતિ સાયન્સ સ્કુલના ટ્રસ્ટી શ્રી તથા આચાર્યશ્રી,નિર્ણાયકશ્રીઓ,જિલ્લા યુવા વિકાસ કચેરીના અધિકારી કર્મચારીઓ અને વિવિધ શાળાઓમાંથી પધારેલા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
00000000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *