તાપી 108 દ્વારા અતિ જોખમી સગર્ભાની એમ્બ્યુલન્સમાં વધુ એક નોર્મલ પ્રસુતિ કરાવતી 108 ટીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડોલવણ તાલુકાના કણધા ગામનો પ્રેગનેન્સીનો કેસ તાપી જિલ્લાના ગડત લોકેશનની 108 ને મળ્યો હતો. કણધા ગામમાં રહેતા કુસુમબેન સચિનભાઈ ભીલ નામની મહિલા અતિ જોખમી સગર્ભા હતી તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ તરફ લઈ જતા રસ્તામાં અસહ દુખાવો ઉપડતા દર્દીને ચેક કરતા લાગ્યું કે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડશે તેથી એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી તૈયારી કરી ને ઇએમટી ચૌધરી અંકિતા અને પાયલોટ જીજ્ઞેશભાઈ ચૌધરી એમ્બ્યુલન્સની રસ્તાની સાઈડ પર ઉભી રાખીને અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટરની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો જન્મ આપ્યો. નવજાત ના ગળા માં એક નાળ વીંટળાયેલ હતી જે સાવચેતી પૂર્વક ડિલિવરી કરવી. નવજાત શિશુ નું વજન ૨.૨૫૦ kg હતું. અને વધુ સારવાર માટે ગડત ની સરકારી હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા પહોંચાડવામાં આવ્યા.

દર્દી અને તેના સગા સંબંધી જોઈએ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનો આભાર માન્યો તથા ૧૦૮ જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી ગડત 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આપણી તાપી જિલ્લાની તમામ 108 ટીમ કોઈપણ કટોકટીના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સીમાં બને તો તાત્કાલિક 108 ઈમરજન્સીનો સંપર્ક કરવા વિનંતી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other